SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક્યની ભૂમિકા ઊભી કરો! [ સ્વાગતાક્ષ શ્રી ખીમજીભાઈ માંડણ ભુજપુરીયાના પ્રવચનનો સારભાગ ] પચાસ વર્ષ પહેલાં કે જયારે સુધારણ અને સંગઠ્ઠન કરવાના પ્રયાસે જવલેજ થતા હતા, સમાજમાં કેળવણીનું પ્રમાણ ઘણું ઓછું હતું અને રાષ્ટ્રની આઝાદીની ચળવળ બાલ્યાવસ્થામાં હતી, ત્યારે એ મુરબ્બી સ્વપ્નદ્રષ્ટાએ, સમસ્ત ભારતના ભવેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજનું સંગઠ્ઠન સાધવાનું સ્વપ્ન સેવ્યું અને સદભાગ્યે એ સિદ્ધ થતું પણું જોયું. બહુ થોડા જ ભાગ્યશાળી આત્માઓ એવા હોય છે જેમના સ્વપ્નાઓ સમાજને ઉન્નતિના માર્ગે લઈ જતાં, પિતાને સંગી આંખે દશકાઓ સુધી જોઈ શકે છે. આવું સદ્ભાગ્ય માનનીય મુરબ્બી શ્રી દ્વાજીને સાંપડયું એ જાણું કે જેને આનંદ અને ગૌરવ ન અનુભવે? હું આ તકે તેમનું હાર્દિક શૈરવ કરું છું અને એઓશ્રી સુખી જિંદગી સાથે વધુ લાંબું આયુષ્ય ભોગો એવી શાસનદેવને પ્રાર્થના કરું છું. આ મહાન નગરી મુંબાપુરીના મહાભાગ્ય છે કે, કોન્ફરન્સ દેવીને પિતાને આંગણે નોતરવાનું સદ્દભાગ્ય આજ સુધીમાં એને ચાર ચાર વાર સાંપડયું છે. આજે આ પાંચમી વખત એ લાભ મળતો જોઈ, એ પિતાને ધન્ય સમજે છે અને દૂરદૂરથી પધારેલા સજજને અને સનારીઓની કિંચિત સેવા અને સરભરા કરવાની અભિલાષા સેવે છે. અમારે આંગણે પધારેલા આપ સજજનો અને સન્નારીઓની સેવા અને સરભરા કરવા માટે સ્વાગત સમિતિ તરફથી યેાગ્ય પ્રબંધ કરવામાં આવ્યો છે, તેમ છતાં કોઈને કશી ઉણપ કે અડચણ લાગે છે તે દરગુજર કરવા કૃપા કરશે. ગયા વર્ષે કોન્ફરન્સનું અધિવેશને જુનાગઢમાં ભરાયું તેને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. એ ટૂંકા ગાળામાં રાજકીય દૃષ્ટિએ ચુંટણી સ્વરૂપે દેશભરમાં એક મહાન અખતર અજમાવાઈ ગયેલ છે. સદભાગ્ય કેન્દ્ર ઉપરાંત લગભગ બધા જ પ્રદેશમાં મહાસભાવાદી સરકાર પાછી સત્તા પર આવી છે. રાષ્ટ્રિય મહાસભાનું ગેય ભારતવર્ષમાં વસતા સમગ્ર માનવ સમુદાયની ઉન્નતિ કરવાનું હોવાથી સમસ્ત જૈન સમાજે પણ હંમેશ મુજબ તેને સઘળી રીતે સાથ અને સહકાર આપી પિતાની ફરજ અદા કરવાની છે. ઈતિહાસ કહી જાય છે કે જેને સકાઓથી રાજકારણમાં મોખરે રહી દેશની ઉન્નતિમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો છે. કેટલાક રાજ્યના દિવાનપદે પણ જેને હતા અને હાલની આઝાદી મેળવવા માટેની રાષ્ટ્રિય ચળવળમાં પણ જેનો હિસ્સો નાનોસૂનો ન હતા. પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે વડી તેમજ પ્રાદેશિક ધારાસભાઓની તાજેતરમાં જે ચૂંટણીઓ થવા પામી તેમાં જેને બહુ સારી સંખ્યામાં સેવા કરવાની તક મળી છે. રાજકીય માર્ગે આગળ વધ્યા સિવાય સમાજ અને દેશની ઉન્નતિમાં, આપણે સમાજ ધારે ફાળો આપી ન જ શકે એ સમજાય તેવું છે. દેશ અને કાળને અનુરૂપ થવા માટે આપણે શું શું કરવાની જરૂર છે, તે વિચારવા માટે આપ સહુ અહીં For Private And Personal Use Only
SR No.533815
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy