SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેમભૂમિકાનાં દેલો. (લેખક-સાહિત્યચંદ્ર શ્રીયુત બાલચંદ હીરાચંદ-માલેગામ.) આપણી ઈદ્રિયો કે જે આપણા શરીરને મુખ્ય ભાગ છે, તેના ઉપર થતા આંદોલને કે પ્રત્યાઘાત આપણે સમજીએ છીએ. સુંદર સંગીત આપણા કાન ઉપર અથડાય છે તે આપણે સુસંવેદના અનુભવીએ છીએ, તેમ ભયંકર અવાજ થતા આપણે ધ્રુજી ઉઠીએ છીએ. મધુર સુગંધ આપણી નાસિકામાં પ્રવેશે છે ને આપણે સંતોષ માનીએ છીએ તેમ નકગાર જેવી દુર્ગધ નાસિકામાં પ્રવેશતા આપણે ગભરાઈએ છીએ. સુંદર કલામય ઉત્તેજક દશ્ય જોઈ આપણે મન:શાંતિ અનુભવીએ છીએ તેમ ધૃણાસ્પદ અભદ્ર દેખાવ જોતાં આપણી આંખ તરતજ મિંચાઈ જાય છે. અનુકુલ શીતલ અને સુંવાળે સ્પર્શ થતા હૃદય આનંદ અનુભવે છે, તેમ કઠેર, ઉષ્ણ અને કાંટાળા પશે આપણું સ્વાસ્થ ભંગ કરી મૂકે છે. મતલબ કે શરીર ઉપર જે આંદોલન થાય છે તેને સારા કે ખોટો અનુભવ આપણને મળે છે. પણ એ અનુભવ મુખ્યત્વે કરી મનની સ્વસ્થતા ઉપર આધાર રાખે છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ઘણી અગત્ય છે. શરીર રોગથી ગ્રસ્ત યુએલ હેય, કઈ સાંસારિક મહાન આપતિમાં આવી પડેલું હોય ત્યારે ઉપરોક્ત બધા અનુભવ લૂલા પડી જાય છે. ચિત્ત ચિંતામગ્ન હોય છે ત્યારે મધુર ગાયન પણું પ્રતિકૂલ લાગે છે રોગીની આગળ સ્વાદિષ્ટ અને રસપૂણ મિઠાઈ લાવી મુકવા છતાં તેને તે કડવી ઝેર જેવી લાગે છે. વ્યમ ચિત્તવાળો જમી જાય તો પણ તેને રસાસ્વાદનું સ્મરણ સરખું પણ રહેતું નથી. 'આપણે કઈ રસકથામાં વ્યગ્ર હોઈએ તેવે વખતે કોઈ ત્યાં આવી અમુક વસ્તુ ઉપાડી જાય છતાં આપણને તેનું સ્મરણ પણ રહેતું નથી. મતલબ કે મન ઠેકાણે હશે, તે પિતાનું કાર્ય ઠીક રીતે કરવું હશે ત્યારે જ ઈદ્રિયોના વિકાર-આંદોલનનું તેના ઉપર પરિણામ થાય છે. અન્યથા શરીર ઉપરના આંદોલને મનોભૂમિકા ઉપર પહોંચી શકતા નથી અર્થાત કાર્ય કરી શકતા નથી. એ વિવેચન ઉપરથી એ ફલિત થાય છે. શરીર એ સ્વતંત્ર વસ્તુ છે. વિકારો એ કોઈ બીજી જ વસ્તુ છે અને મન એક સ્વતંત્ર કાર્યક્ષમ ક્ષેત્ર છે. અને ત્રણે એકત્ર મળી કઈ કાર્ય કરે તે જ તે પરિણામકારક નિવડી શકે છે. શરીર અમુક કાર્ય કરતું હાય, વાસના બીજે માગે દોડતી હોય અને મન અન્યથા વિચાર કરતું હોય ત્યારે પરિણુામ શું આવે? અર્થાત કાંઈ જ નહીં. ગાયક અમુક સ્વર આલાપ હોય, સ્વર મંજૂષા બીજો સૂર આપતી હોય અને મૃદંગ ત્રીજે જ તાલ આપતા હોય એવા ગાયનમાં કે રસ જામવાનો? मनस्यन्यत्वचस्यन्यत्कार्यमन्यत् । For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy