SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri F૭૪ '' ? ' કાશ મહા અતિ ચાલવું પણ નહિ. બેસવાનો ધંધો હોય તેણે માઈલ છ માઈલ ચાલવાને નિયમ રાખ. આ દિવસ ખડે પગે કામ કરનાર સ્ત્રીને જમ્યા પછી કલાક સૂવું જોઇએ. જેટલું કામ કરવું પડે તેટલે આરામ લઈ શરીરશક્તિમાં ન્યૂનતા ન લાવવી જોઈએ. ની શકે ત્યાં સુધી વૃદ્ધ માણસે બપોરે જમ્યા પછી ઊંધ લેવી જગ્યા પછી કોઈ વાર વધારે પડતો થયા કરે નહિ કે કસરત કરવી નહિ. જે વધારે કામ કરવું પડતું હોય તો તદ્દન સાદો ખોરાક લે. વૃદ્ધ માને ઓછું ખાવું, ઓછો શ કરવો અને વધારે નિદ્રા લેવી. ઊંચે ચડવું હોય કે દાદરા ચડવા હોય ત્યારે ધીમેથી ચાલવું. બની શકે તેટલું ઘરે રહેવું અને મુસાફરી ઓછી કરવી. બની શકે તેટલું એકધારું જીવન ગાળવું. દાદરે ચડતી વખતે આખે પણ પગથીયા ઉપર મૂકવા. પગના મોઢા આગલે ગઠા અને માંગળાવાળો ભાગ મૂકીને દાદરો ચડે નહિ. તેમાં શરીરને શ્રમ પડે છે. ગડતા તે ઉપરાંત શરીરને રમતોલ રાખવાનો ભાર પડે છે તેથી હદય અને ફેફસાંને અતિ કામ કરવું પડે છે અને પારા ચડે છે. માણસો ઘણીવાર શરીરયંત્રને ચાલુ જ રાખ્યા કરે છે, તેને આરામ આપતા નથી. આવા માણસે આયુષ્ય ઓછું કરે છે. શરીરને વખતોવખત આરામ મળવો જોઈએ, તેને હળવું કરવું જોઈએ. સુખ અને શાંતિથી લેહીનું દબાણ ઓછું થાય છે, જ્યારે દુઃખ અને ચિંતાથી લેહીનું દબાણ વધે છે. માણસ જે વધારે હસતો રહેશે તે તેને દાકટર ની ઓછી જરૂર પડશે. મનની શાંતિ આરોગ્યવર્ધક ઔષધ ( દૈનિક) છે, ચિંતા એક વિષ છે. વૃદ્ધ માણસે આસપાસના સંયોગો અને વાતાવરણ એવા રાખવા કે જેમાં તેને સુખશાંતિ મળે. વૃદ્ધ માણસને વધારે સગવડતાની જરૂર છે, માટે સગવડતા હોય તો જ તેણે મુસાફરી કરવી. વૃદ્ધ માણસે પોતાના પહેરવેશની સંભાળ રાખવી. ની ઢબના પહેરવેશને વળગી રહેવું નહિ; નહિ તો જૂના જમાનાને, જમાના સાથે ન ચાલનાર માણસ લેખાશે અને એકલે પડી જશે. વૃદ્ધ માણસે જૂના મિત્રોને જવા નહિ, કારણ તે નવી કરી શકશે નહિ. વખતોવખત જૂની મિત્રાચારી તેણે તાજી રાખવી. વૃદ્ધ માણસને જૂના મિત્રનો સહવાસ તાઝગી આપે છે. - વૃદ્ધ માણાને વાંચવાને ઘણે વખત મળે છે. પિતાને જે વિષય પ્રિય હોય તે વિષયના પુરતકો વાંચવા. ધના, તત્વજ્ઞાનના કે સુંદર કથાના પુસ્તકો વાંચવા તેણે પસંદ કરવા. નવા પ્રગટ થતાં ઉત્તમ પુસ્તકો પણ વાંચવા મૂકવું નહિ. સારું વાંચન એક સારા મિત્રની ગરજ સારે છે. For Private And Personal Use Only
SR No.533765
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy