________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શ્રી ધર્મ પ્રકાશ
[ કાર્તિક ભવિતવ્યતા એ અમારી અનાદિની સહચરી. તેને તમે અમારી સહધમિણ સ્ત્રી–પની અધિષ્ઠાત્રી-દિગ્દર્શિની-નાયિકા ઈત્યાદિ ગમે તે સાથે ઓળખી શકો છો.
અમે એવા તો તે સમયે તેને વશ હતા કે તે જે કહે તે અમારે કરવું જ જોઈએ. બેસો કહે તે બેસી જઈએ ને ઊભા થાવ તો ઊભા થઈએ.
એની સલાહ પ્રમાણે અમને લાગ્યું કે આ પાંચમા સૌથી મોટી વિભાગ સારો હશે ? એમ લાગવામાં અમારી જડતા પણ કામ કરતી હતી.
જગતમાં જડ આત્માઓ મોટું જોઈને ઘણી વખત લલગાય છે પણ મટે ભાગે મોટું એ ખોટું નીકળે છે. બાદ સાધારણ વનસ્પતિકાય
અમે વનસ્પતિકાય વિભાગમાં પિઠા. તેમાં પેસતા તો કાંઈ વાર ન લાગી. કોઈ પણ સ્થળે પેસવું સહેલું છે, પણ પિઠા પછી નીકળવું જ મુશ્કેલ છે.
આ વિભાગ પણ બે ભાગમાં વહેંચાએલો છે. એક બાદર સાધારણ વનસ્પતિકાય નામે ઓળખાય છે ને બીજો પ્રત્યેક વનસ્પતિકાય નામે.
અવ્યવહારુ વતનથી આવતા મુસાફરોને સાધારણ વનસ્પતિકાય વિભાગમાં રાખવામાં આવે છે, કારણ કે તેઓની ગણત્રી સાધારણ કટિમાં થાય છે.
આ સાધારણ વનસ્પતિકાય વિભાગમાં પણ ગલી, ગચી, બજાર, ચૌટા, ઘર, વાકાને, દુકાન વગેરેનો કોઈ પાર જ નથી.
એ બધાનો અનુભવ કરવામાં અનનકાળ જાય છે ને એ અનુભવની કિંમત નહિં જેવી હોય છે. શરૂઆતમાં અમે “ભૂમિકન્ડ' નામના એક લત્તામાં રહ્યા. અત્યાર સુધી છપ રહેવાને ટેવાલા એટલે અહિં ગુપ્તવાસ પસંદ કો, ભૂમિમાં ઢંકાઈ રહીએ એટલે ઠીક એમ ધાર્યું હતું, પણ એવું ધાર્યું થોડું કામ આવે છે.
અને ત્યાં ગયા તે પહેલાં અમારી જેવા અનન્તા આતાઓએ એ સ્થાન રોકી રાખ્યું હતું, છતાં અમે પણ તે બધા ભેગા ભળ્યા. અમારી પહેલાં આવીને વસેલા અમારા સહચારીઓ ત્યાં અમને ઘણે કાળે મળ્યા. ઘણે કાળે સધિઓ મળે ત્યારે આનન્દ થાય, થ જોઈએ. પણ અવુિં ઊલટું અમને દુ:ખ થયું, કારણ કે તેઓ દુખી હતા અને એ પણ દુ:ખમાં હતા. દુઃખીયા મળે ત્યારે દુ:ખ સિવાય બીજું આપે પણ શું ? નજીવી જીવનરિથતિ તે અમારી ચાલુ હતી તેમાં એક વધારો એ થશે કે અમે બેવડારમાં ઉપયોગી થવા ગ્યતા મેળવી એટલે વ્યવહારમાં વસતા અનેકના આઘાત-પ્રત્યાઘાત. છેદનભેદ વગેરે અમારે સહવા પડતા. આ ભૂમિકન્દમાં પણ ઘણા પ્રકારો અને અનુ લાગ્યા. કોઈ વખત મૂળાનાં કંદ તો કઈ વખત સકકરન્દરૂપે ઈત્યાદિ વિવિધ
For Private And Personal Use Only