________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધી જે કમ પ્રકાશ
[ કાર્તિક નામ આપેલ છે. આ ત્રણે પધો અનેદ્ય છે અથાત્ જે તેનું યથાસ્થિત સેવન કરવામાં આવે છે તે અવશ્ય અનાદિકાળના જીવ સાથે લાગેલા કમજન્ય વ્યાધિને રર કરનારા છે. એમાં કિચિત્ પણ સંશય કરવા જેવું નથી, પરંતુ તેનું સેવન કરવું તે આ સંસારમાં ખુંચેલા પુળાનંદી બની ગયેલા અથવા કંચન-કામિનીને જ સારભૂત માનનારા પ્રાણીઓને માટે મુશ્કેલ હકીકત છે. એને અંગે ઉપમિતિભવપ્રપંચ કથામાં તેમજ વેરાગ્યક૯૫લતા વિગેરેમાં ઘણો ઉપદેશ આપે છે. તે બધા અહીં લખી શકાય તેમ નથી. અહીં તે ખાસ મુદ્દે એ જ છે કે–આ આત્માને લાગેલા વ્યાધિની આત્માને પીછાન થાય, પિતાને વ્યાધિગ્રસ્ત સમજે, તેના ઉપચાર માટે ચીવટ થાય, તે વ્યાધિના નિવારણ કરનાર વૈદ તરીકે સદ્ગુરુને ઓળખી તેની ઉપાસના કરે, તેની દેશના સાંભળે અને તેઓ બતાવે તે ઉપચાર કરે તે જરૂર વ્યાધિ ઉપશમે. એ ઉપચાર કરવાથી પ્રથમ તે વ્યાધિ વધતા અટકે. અત્યારે તે અનંત કાળના લાગેલા વ્યાધિને આ આત્મા વિષયકષાયના વનવડે ઊલટા વધારી રહ્યું છે. જે અંતરચક્ષુવડે જોવામાં આવે તે સમજી શકાય કે આ મનુષ્યભવમાં જન્મ લીધા પછી તે વ્યાધિને ઊલટા વધાર્યા છે. હવે “જાગ્યા ત્યાંથી સવાર ” ગણી સાવચેત થઈ જા અને તે અસહ્ય વ્યાધિના નિવારણ માટે શાસ્ત્રોમાં કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમેઘ ઔષધનું સેવન કર, કુપથ્યને તજી દે, સંસાર પરની આસક્તિ ઘટાડ, સંસારના સર્વ સંગને વિયેગના અંતવાળા જાણી તેના સાગમાં આસક્ત ન થા અને તેના વિશે શેકગ્રસ્ત ન થા. આ પ્રમાણે પ્રવૃત્તિ કરીશ તે વ્યાધિ વધતા અટકશે એટલું જ નહીં પણ થોડે ઘણે અંશે ક્ષય પામતા જશે. તેને પરિણામે આ આત્મા તદ્દત નિરોગી થઈ, અવિનાશી અને નિરાબાધ એવા સુખને પ્રાપ્ત કરશે.
આ મનુષ્ય ભવમાં જ આત્મિક વ્યાધિનું ખરું નિવારણ થઈ શકે તેમ છે. જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપ પરમષધનું સેવન મનુષ્ય ભવમાં જ યથાર્થપણે થઈ શકે છે. તેવા અમૂલ્ય મનુષ્ય ભવને પામીને જે આત્મિક વ્યાધિ વધતા અટકાવવાને ઉપશમ કરવાનો અને પ્રાંતે ક્ષય કરવાને ગ્ય રીતે પ્રયાસ કરે વામાં આવે તે જરૂર તે શક્ય છે. ગુરુનો યોગ મેળવી, તેમના વચનામૃતન પાન કરી તેમજ ઉત્તમ પ્રકારના આત્મોન્નતિ કરે તેવા શાસ્ત્રોનું વાંચન ક આત્મિક વ્યાધિઓને ઓળખી તેના નિવારણ માટે બનતા પ્રયત્ન જરૂર કલ્પ કે જેથી આ જિંદગી પણ સફળ થાય,
For Private And Personal Use Only