________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજવી મુદ્રાના પ્રકર.
૨૧૩ વાસપાસે પ્રદક્ષિણા કરવી. એનું નામ સાચું જીવન છે, બાકી તે અનેક ફેરા પાયા, એક ખાડામાંથી બીજામાં પડ્યા અને બહારને ધકકે ચઢ્યા–એવા ફેરા અને ધકેલાઓની ઘણી મોટી સંખ્યામાં એક વધારો થશે એમ જરૂર લાગશે.
આખા જીવનરહસ્યની ચાવી આત્મવિચારણામાં છે, અંદર ઊંડા ઉતરવામાં છે. સાધ્યના સુનિશ્ચયમાં છે અને તે નિશ્ચયને ગમે તેટલી અગવડે વળગી રહે વામાં છે. અત્યારે એ સર્વ મુદ્દા સમજી શકાય તેટલી તારામાં આવડત છે, સંયોગ અનુકૂળ કરી શકવાની તારામાં શક્તિ છે અને સાધ્યને માર્ગે ચાલવાની તારામાં કળા છે. નિશ્ચય કરીશ તે રસ્તા સરળ થઈ જશે, બાકી ચકભ્રમણની ફેરફદડીમાં આંટા મારવા હોય તો તારી મરજીની વાત છે. ચાલુ પ્રવાહથી જરા ઊંચા આવા અને આત્મરમણતાની મજા જે. એને આનંદ અનુપમેય છે, એની લીજત અવર્ણનીય છે. એને રસ અન્યત્ર અપ્રાપ્ય છે.
મિક્તિક
શકસ્તવ સમયે કેવી મુદ્રા રાખવી તે સંબંધી પંચાશક ટીકામાં
જે ઉલ્લેખ છે તેને ભાવાર્થ.
પ્રશ્ન-ચતુર્વિશતિસ્તવાદિકને પાઠ જ ગમુદ્રાવડે કરે, પરંતુ શસ્તવને પાઠ ભેગમુદ્રાવડે ન કરે, કેમકે વામ જાનુને ઊંચે રાખી તથા દક્ષિણ જાનુને પૃથ્વીતળ પર રાખી લલાટે હસ્તકમળ રાખીને શકસ્તવ ભણે એમ વાભિગમ સૂત્ર વિગેરેમાં કહ્યું છે તે બરાબર છે ?
ઉત્તર–એ વાત સત્ય છે, પરંતુ કેવળ આ કહેલા વિશેષણવાળે તે રીતે શકસ્તવ ભણે એ નિયમ નથી, પણ પર્યક આસને રહેલે મસ્તકે હસ્તકમળ
ખીને શકસ્તવ ભણે એ પાઠ પણ જ્ઞાતાધર્મકથામાં છે. તથા શ્રીહરિભદ્રાચાચે ચેત્યવંદન વૃત્તિમાં કહ્યું છે કે—બન્ને જાનું અને બન્ને કરતલને પૃથ્વી પર રાખી તથા નેત્ર અને મન પ્રભુની સન્મુખ રાખીને પ્રણિપાતદંડક (શકસ્તવ) ભણે. આ બીજે વિધિ પણ કહે છે. શકસ્તવ બોલવામાં વિવિધ વિધિ જવામાં આવે છે તેથી તથા તે સર્વ વિધિઓ પ્રમાણિક ગ્રંથમાં કહેલા શિવાથી તેમજ દરેકમાં વિશેષ પ્રકારના વિનય દર્શાવેલ હોવાથી કેઈને નિષેધ કરી શકાય તેમ નથી, તેથી ગમુદ્રાવડે પણ શકસ્તવનો પાઠ બોલે તે વિરુદ્ધ નથી કેમકે મુનિઓના મત જુદા જુદા હોઈ શકે છે. એ સર્વ વિધિઓમાં વિનય દેખાડેલો હોવાથી તે પરસ્પર વિરુદ્ધ છે એમ માનવાનું નથી.
For Private And Personal Use Only