________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદ્રપદના અંકમાં આપેલા પ્રશ્નોત્તર સંબંધે વિશેષ સ્પષ્ટીકરણ. ૨૫૭
પ્રભુના પ્રસિદ્ધ માતાપિતા ત્રિશલારાણી ને સિદ્ધાર્થ રાજા તો કાળ કરીને દેવલોકે ગયા છે. આ હકીકત પણ તેમાં આપેલી છે. એટલા ઉપરથી ખ્યાલ કરવાનો છે કે ગર્ભાપહારની હકીકતમાં કે કોઈ પણ હકીકતમાં બ્રાહ્મણવર્ગને હલકા પાડવાનો આશય બીલકુલ છે જ નહીં. જેમના રાગદ્વેષ સર્વથા નાશ પામ્યા છે એવા પરમાત્માએ યથાર્થ હકીકત પ્રગટ કરી છે. જે તેમણે કહેલ ન હતા તે એ વાત કેણ જાણવાનું હતું ? માટે એવી ખેટી સંભાવના કેઈએ કરવી નહિ.
પ્રશ્ન ર૯મા માં શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્ય બાદશાહની સાથે લડાઈમાં જતા હતા? એમ પૂછ્યું છે. તેના ઉત્તરમાં શ્રી હીરભાગ્ય કાવ્ય વિગેરે માંથી આધાર સાથે વિશેષ લખવાની જરૂર હતી. મારા વાંચવા પ્રમાણે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્ય શાંતિચંદ્ર ઉપાધ્યાયે લડાઈમાં જઈને જેમ બની તેમ જીવહિંસા અટકાવી છે. બાદશાહને મદદ કરી તેને ધર્મની સન્મુખ કરેલ છે. એવા બાદશાહ કે રાજા મહારાજાઓને યેગ્ય સહાય આપવાની આવશ્યકતા એ છે કે એમની પ્રસન્નતા અને અનુકૂળતા અનેક પ્રકારના ધર્મકાર્ય સિદ્ધ કરી આપે છે. તેમજ તેવા રાજા મહારાજાને લઈને અનેક જ ધર્મની સમુખ થાય છે ધર્મ પામી જાય છે. એકને માટે કરેલા પ્રયાસ અનેકને માટે વાભકારક થાય છે. એવા બાદશાહ વિગેરેને જે ચમત્કાર બતાવવામાં આવે છે એ પણ એટલાજ માટે કે તેમના હૃદયમાં જૈનધર્મની મહત્ત્વતા ઠસી શકે. એઓ કાંઈ તત્ત્વજ્ઞાનની હકીકતથી રીઝતા નથી, એમને માટે તે અન્ય શક્તિઓ કરવવી પડે છે.
પ્રશ્ન ૨૧ મામાં જીવદયાના પિસા ઉઘરાવવામાં આવે છે અને તે પિસાવડે જીવ છેડાવવામાં આવે છે તે વ્યાજબી છે? એમ પડ્યું છે. પણ હું કહું છું કે તેમાં ગેરવ્યાજબી શું છે ? એક જીવ છેડાવવાને માટે ગમે તેટલા પૈસા આપવા પડે પણ તેની જીંદગી બચી એ લાભ શું શેડો છે? કસાઈ પિસા લઈ જઈને શું કરશે ? એ તરફ આપણે જોવાનું નથી. આપણા આપેલા પૈસાથી જ તે હિંગ સાનું કામ કરે છે એમ નથી. તે તો તેનું કામ કર્યા જ કરે છે. વળી જે વધારા પડતી કિંમત અપાય છે એમ માનવામાં આવતું હોય તો તેમાં પણ ભૂલ થાય છે; કારણ કે એક જીવતા માંસને ને તેના ચામડા વિગેરેના કેટલા પિસા કસાઈને ઉપજે છે તે આપણુ લક્ષ્ય બહારની હકીકત છે અને તેમાં આપણે પડવાની પણ જરૂર નથી. આપણે તે મહાન પર્વ દિવસે અથવા ગમે ત્યારે કોઈ પણ જીવની જંદગી બચાવવા માટે ગમે તેટલો ખર્ચ કરતાં પાછા હઠવું જોઈએ નહિ. આપણી નજરે પડેલ જીવ કે છોને તો બનતા સુધી બચાવવાનો પ્રયત્ન કરે; તેને મરવા દેવા નહીં.
For Private And Personal Use Only