________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. ઉત્તર પ્રવૃત્તિ કોઇ આધુનિક નથી. આગળના તીર્થોમાં આબુ-તારંગાજી વિગેરેમાં પણ તેમ છે. બાકી તેમાં રહીને આશાતના ન કરવી એ યાત્રાળુઓનું કામ છે. ભાલય ખાસ સૂચના આપવાની સૂચના છપાવી રાખવાની જરૂર છે.
પ્રશ્ન ૩પ- પ્રવર્તકની પદવી કહેવાય છે તે પદવીવાળાની ફરજ શું? અને ત પદવી શાસ્ત્રોકત છે કે કેમ?
ઉત્તર-પ્રવર્તક મુનિની ફરજ અન્ય મુનિઓને માર્ગમાં પ્રવર્તાવવાની છે. એ પદવી શાસ્ત્રોક્ત છે. આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પ્રકાર ગુરૂવંદન ભાષ્યમાં કહેલા છે.
પ્રશ્ન ૩૬-પરમાત્માની જળ પૂજા કરતી વખતે પંચામૃત કતાં પાણીમાં દડી, દુધ, ઘી, ને સાકર નાખાવામાં આવે છે તે શાસ્ત્રોક્ત છે? જિનબિંબને સાફ કરવામાં દહીં વાપરી શકાય ? ધાતુના બિંબને સાફ કરવા માટે લીંબુ લગાડી શકાય ?
ઉત્તર–પંચામૃત એ પાંચ વસ્તુ મળવાથી જ થાય છે તે શાસ્ત્રોકત છે. પ્રતિમાને સાફ કરવા માટે દહીંને લીંબુ વાપરવાની પ્રવૃત્તિ છે.
પ્રશ્ન ૩૭–સહસકૃટ જે કેટલાક તીર્થો ઉપર હોય છે તે શું છે ?
ઊત્તર-સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ જિનબિંબ હોય છે. તે પ્રતિમા કોની કોની છે તે જાણવા માટે અમારી છપાવેલી “સહસકૂટ અંર્તગત રહેલા તીર્થકરોની નામાવલીની બુક જેવી. તેમાં તેનું સવિસ્તર વર્ણન આપેલું છે.
પ્રશ્ન ૩૮-શત્રુંજય ઉપર અદબદબુ કહેવાય છે તે કોની મૂર્તિ છે?
ઉત્તર–અદ્દભૂત ઉપરથી અપભ્રંશ પામેલ એ નામ સંભવે છે. એ ડુંગરમાંથી કેરી કાઢેલી શ્રી કષભદેવ પરમાત્માની મૂર્તિ છે.
પ્રશ્ન ૩૯–વર્ધમાન તપની ઓળી શી રીતે કરવામાં આવે છે ? અને શા હેતુથી કરવામાં આવે છે ?
ઉત્તર-વર્ધમાન તપની ઓળીમાં એકથી ચડતા સે સુધી આયંબિલ કરવામાં આવે છે અને પ્રાંતે એકેક ઉપવાસ કરવામાં આવે છે. સતતું કરનારને પણ પ૦૫૦ આયંબિલ ને ૧૦૦ ઉપવાસ કરવાના હોવાથી પ૧પ૦ દિવસ એટલે ૧૪વર્ષ ઉપરાંત ત્રણ મહીના ને વશ દિવસે પૂર્ણ થાય છે. એ તપ કર્મ ખપાવવા માટે જ કરવામાં આવે છે. પૂર્વ કર્મ ખપાવવામાં આયંબિલને તપ પ્રબળ સાધનભૂત છે.
પ્રશ્ન ૪૦-વીશસ્થાનક તપ શા માટે કરવામાં આવે છે ? અને તે વિશસ્થાનક ક્યા ક્યા ?
ઉત્તર–વિશસ્થાનક તપ પણ કર્મ ખપાવવા માટે જ કરવામાં આવે છે. એનું પૂર્ણ પણે આરાધન કરનાર તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. તીર્થ કરે
For Private And Personal Use Only