________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુટ ધ અને ચર્ચા.
જણાય છે અને આવી ભીડમાં સ્ત્રી-પુરૂષના મેળામાં આદીશ્વર ભગવાનના અને સમયે જે દેખાવ થાય છે તે અટકાવવા સ્ત્રી-પુરૂષે જુદી જ પૂજા કરે તેવી વ્યવસ્થા કરવાની અમારી ગતાંકની સૂચના તરફ ફરીથી કમીટીના ગ્રેડનું લક ખેંચીએ છીએ. હવે પછીના મેળા વખતે તેમજ હમેશાં યાત્રાળુઓની સગવડ માટે વિશેષ ઉપયોગ રાખવા અને તે ગૃહસ્થોને વિનંતિ કરીએ છીએ.
* * * * * હાલમાં આખા હિંદુસ્તાનમાં અને સ્થળે સ્થળે ચાહને પ્રચાર બહુ વધી ગયો છે. એકેક માણસ ચાર પાંચ વખત દરરોજ ચા પીવા લાગ્યા છે. સંખ્યાનો નિયમ જ રહ્યા નથી. પૂર્વકાળમાં મેમાનગતિમાં જ્યારે દૂધ આપવામાં આવતું હતું ત્યારે આ કાળમાં ચાએ દૂધનું સ્થાન લીધું છે. આ ચાહ એકંદરે શરીરને નુકાનકારક છે. ઘણાઓનું એવું માનવું છે કે એકલી ચાહ પ્રથમ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પછી મંદ બનાવે છે, તેથી ચાહ સાથે કાંઈક ખોરાક લેવામાં આવે તો ઠીક, પણ એકલી ચાહ તે નુકશાન જ કરે છે. આ વિષય ઉપર લગતાં અમેરીકાને પ્રખ્યાત ડાક્ટર જોન બ્રીડલ કહે છે-“ચાહ પીવાથી થાક ઉતરે છે, પણ એનું કારણ
એમાં માદક દ્રવ્ય હોય છે તે છે. માદક દ્રવ્યથી ૨કતત્પાદન થતું નથી. અને જ જિને પુષ્ટિ મળતી નથી. ચાહમાં Callien કેફીન નામને પદાર્થ પુષ્કળ હોય છે, કે
જે ઔષધમાં વિષની સુક્ષ્મ માત્રાઓમાં આપવામાં આવે છે. ચાહના અધિક સેવન નાડીની દુર્બળતા, મંદાગ્નિ વિગેરે રોગો થાય છે, માણસ તે પીવાથી પીળું પડી જાય છે, એ સર્વ કેફીનનું પરિણામ છે.”'ચાહની વધતી જતી ટેવથી કેટલું નુકશા છે તે જાણવા આ ઉતારે અમે કર્યો છે. ચાહથી શરૂઆતમાં ઉત્તેજીત થવાય છે, પણ પરિણામે ફાયદો નથી. ચાહને બદલે દૂધ જેટલા પ્રમાણમાં વધારે વપરાય તેવું વધારે ઉત્તમ છે; શરીરને, મગજને, શક્તિને સર્વને તેનાથી ઘણા ફાયદા છે. લાક બંધુઓ બને તેટલો ચાહને બદલે દૂધને ઉપયોગ કરશે એવી આશા રાખવામાં આવે છે.
કાર્તિક માસમાં બનેલા એક અતિશય ખેદજનક બનાવ તરફ અમારા લંડ બંધુઓનું ધ્યાન ખેંચતાં અમને પણ અત્યંત દિલગીરી થાય છે. આ સભાના જન્મથી જોડાયેલ એક વયોવૃદ્ધ મેંબરને એક પુત્રનું ફક્ત એક દિવસની ટુંક માંગીમાં ન્યુમોનીયા નામના ઝેરી તાવથી થયેલ મૃત્યુ અત્યંત ખેદ ઉપજાવે છે. રાઈ રતીલાલ ગીરધર બી. એ. તે અમારા જુના લાઈફ મેંબર શેઠ ગીરધરલાલ ::: .
For Private And Personal Use Only