SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. જીવોની હિંસાવાળો ન હોવો જોઈએ, તેમજ પરિગ્રહની તૃષ્ણા ઉપર અંકુશ હવે જોઈએ. આ ઉપદેશના રહસ્યના ચિંતવનને પરિણામે અપારંભની કિંમત કેટલી છે અને તે કેટલે દરજે આપણને હિતકર્તા છે એની આપોઆપ ખાત્રી થઈ શકે તેમ છે. ૪ અ૫ ક્ષા–ધ, માન, માયા અને લોભ એ ચાર ભેદ કષાયના છે. આ કષાયજ સંસાર વધારનાર છે એમ જ્ઞાની મહારાજ સ્પષ્ટ રીતે જણાવે છે. તીવ્ર કષાયને ઉદય જીવને અનંત અનુબંધ વધારનાર છે, તેથી તેને “અનંતાનુબંધી કષાય” એવું નામ આપેલું છે. જ્યાં સુધી આ કષાયમાં જીવ સપડાયેલો હોય છે ત્યાં સુધી આત્મિક શુદ્ધ ગુણ પ્રગટ કરવાની શરૂઆત થઈ શકતી નથી. જીવની અને ધોગતિ કરાવનાર જે કારણો છે તેમાં એ મુખ્ય છે. આ ચારજ મેહરાજાના મહાન સુભટ છે. તીવ્ર કષાયના ઉદયમાં સપડાયેલા જીવોના ગૃહવ્યાપારનું બારીક રીતે અવકન કરીશું તો જણાશે કે તે મહા લેશમય છે. પાપાચરણ કરવામાં આ છે નિ:શંક હેય છે સસમાગમ અને સત્ શાસ્ત્રને અભ્યાસ અથવા શ્રવણ–તેને અટકાવનાર કારણોમાં મુખ્યત્વે આ ચારની હાજરી જ આપણને માલમ પડે છે. આ કષાયને ઉદય આપણામાં કેટલે દરજે વર્તે છે તેનું બારીક રીતે અવકન કરવું એ આપણી ફરજ છે કેમકે આપણને ઉચ ગતિમાં જતાં અને ઉન્નતિક્રમમાં વધતાં અટકાવનાર એ કષાય છે. એ આપણ વારિત્રગુણના ઘાતક છે. આ કષા જે સત્તામાંથી ગયા નથી હતા તે સારા જ્ઞાની અને મહાત્માઓને પણ તે અનંત સંસારમાં ખડાવે છે તે આપણા જેવા મલીનારંભી–ગૃહસંસારી જીવેને તે ઉન્નવિકમમાં વધતા અટકાવે તેમાં શી નવાઈ ? જે આપણને અપાર એવા સંસારમાં જમણ કરતાં બીક લાગતી હોય, જે આપણે કર્મના બંધનથી મુક્ત થઈ જન્મમરને મહાન દુઃખને મટાડવાની ઈચ્છા ધરાવતા હોઈએ તે આપણે આ કષાયમાં કેવી રીતે અપના યા કમતીપણું થાય તેવાં કારણેની શોધ કરીને તેનું સેવન કરવું જોઈએ. ઉપર મુજબ ચાર મુખ્ય કારણોની અંતરંગથી ઓછાશ થવી એજ સંસાર ઓછો કરનાર છે એમ બાહ્ય લક્ષણોથી અનુમાન કરી શકાય તેમ છે. જે આ સંસારની અંદર ગાઢ આસક્તિ આપણને હશે તે આ ચાર મુખ્ય તેદમાં અપતા કરવાના ઉપદેશની કિંમત આપણને લાગશે નહિ, એમાં રહેલા ઉચ્ચ ઉપદેશનું રહસ્ય આપણને સમજાશે નહિ. જ્ઞાની મહાત્માએ ગૃહસંસારની દર ગાઢ આસક્તિ ધરાવનાર આપણા જેવા પ્રાણીઓના ઉદ્ધારને માટે હિતબુદ્ધિથી ૫ સંસાર કેમ થાય તેને રસ્તે બતાવી ગયા છે, એ રસ્તે પ્રયાણ કરવું યા ન કવું એ આપણા અખત્યારની વાત છે. જે આપણે આપણું ભવિષ્ય સુધારવાની ઈચ્છા ધરાવતા હેઈએ, ઉન્નતિકમમાં આગળ વધવાની ઈચ્છા હોય તો આપણે આપણા વિચાર અને આચરણ સુધારવા જોઈએ અને તે સુધારવામાં જે કઈ આપણને For Private And Personal Use Only
SR No.533404
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy