________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
.
જૈન ધર્મ પ્રકાશ.
अभीष्ट--याचना.
( કવાલી ચા ભરવી ગઝલમાં.) વિભા : મહાનદ પદદાતા, રસકલ જગજંતુના રાતા; ભ્રમિત ભયભીતના ભ્રાતા, હવે અમને બચાવાને, કરી ના આપની ભક્તિ. હતી અંતર છતી શક્તિ; જણાવી ગની યુકિત, હવે અમને જગાવોને. સુધાસમ આપની વાણી, તજી પીધું લવણ પાણી; મતિ થઈ મંદ મુંઝાણી, (તેની) દવા અમને બતાવો. સુગમ રામાને ત્યાગી, ભમ્યા ભવમાં કુમતિ જાગી; સુમતિની સેજના રાગી, અને તે અપાવોને. નજરથી ના જરી જોયું, કમાયું તે બધું ખાયું; મસીથી વેત મુખ જોયું, હવે બીજી પતાવને. અવર શી યાચના કરવી?. તમારી આણ શિર ધરવી; અને મુક્તિધૂ વરવી, દઈ અમને દિપાવોને.
રત્નસિંહ- દુમરાકર.
दान धर्म. (લેખક–સન્મિત્ર મુનિ કવિજયજી.) કિં મૂલ્ય? યદુ અવસરે દત્તમ્ –શિષ્ય ગુરૂને પ્રશ્ન પૂછે છે કે “મહારાજ ! અમૂલ્ય શું છે?” ગુરૂ મહારાજ તેનો ઉત્તર આપે છે કે “હે વત્સ ! જે કઈ દેવા ચોગ્ય વસ્તુ ખરે અવસરે અપાય છે તે.” શિષ્ય બીજો પ્રશ્ન પૂછે છે કે “મહારાજ ! ખરું-વાસ્તવિક દાન કયું? ગુરુ મહારાજ કહે છે કે જે નિઃસ્વાઈપણે નિઃસ્પૃહી મહામાને નમ્ર ભાવે અપાય તે.” એવું દાનજ ચિન્તામણિ રનની જેવું અમૂલ્ય છે. યદ્યપિ દાન બહુ પ્રકારનું કહેવું છે, પણ તેના મુખ્ય પાંચ પ્રકાર છે. ૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન ૫ કીર્તિદાન. પાંચમાં પ્રથમના બે પ્રકાર ક્ષફળદાયી અને પાછલા ત્રણ પ્રકાર ભગફળદાયી થાય છે. રાધ્ય દૃષ્ટિ થાય તો એ બધા પ્રકાર સફળ થઈ શકે છે. પાંચ પ્રકારનું વિવરણ કરે છે.
૧. બહાર પ્રતીત થતા દ્રવ્ય પ્રાણુ મરણસંકટમાં આવી પડ્યાં હોય તેમને ઉચિત સહાય આપી બચાવવા-ભયમુકત કરવા તે દ્રય કાયદાને જે
For Private And Personal Use Only