________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપસમાણુ આદરવા આથી ઉપદેશ,
જાય છે, અને સઘળા વિભાવ યા પરભાવ તજીને સહુજ સ્વરૂપને અવલખી હે વાય છે—એવું પરિપકવ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારેજ ચેતન ખરી શમવત્ યા સમતાવત થયેલા લેખાય છે. કર્મોની વિચિત્રતાથી થતી અવસ્થાની વિચિત્રતા તરફ દુર્લક્ષ કરી શુદ્ધ સ્વરૂપના લક્ષથી સહુ પ્રાણીવને સમાન લેખનાર સમતાવતનુજ ખરેખર શ્રેય થાય છે. ઉપશમનિત આવી આત્મલીલા યા સહજ સુખ સમૃદ્ધિ જે મહાનુભાવ મુનિજનાને પ્રાપ્ત થઇ છે તેમની પાસે સુરતિ અસુરપતિ કે નરપતિનું વૈળિક સુખ શા હિંસામમાં છે ? તે સઘળાં સુખ કરતાં નિરાગી અને નિઃસ્પૃહી એવા શમ સામ્રાજ્યવત મહામુનિઓનુ સુખ ખરેખર અલૈકિકજ છે, કેમકે એ બધાં ઉપર જણાવેલાં ઈન્દ્રાદિકનાં સુખ સચે ગિક હાવાથી અવશ્ય વિયેાગશીલ હાય છે, ત્યારે મુનિજનાને પ્રાપ્ત થયેલ શમ-ઉપશ્ચમ-પ્રથમ જનિત સહજ સ્વાભાવિક સુખશાન્તિ અલૈકિક અને ચિરસ્થાયી હાય છે. તેથીજ શ્રીમાન ઉપાધ્યાયજીએ ડીકજ કહ્યું છે કેઃ—— ‘ક્ષમા સાર ચંદન રસે, સિંચા ચિત્ત પવિત્ત; દયા વેલ મડપ તલે, રહેા લહેા સુખ મિત્ત. ’ દંત ખેદ ર્જિત ક્ષમા, ખેદ્ર રહિત સુખરાજ; તામે નહિ અચરજ કહ્યુ, કાણુ સરખા કાજ’
.
સુના જનાએ જે જે કારણેાથી ક્રોધાદિ કષાયના ઉદય થાય તે તે કારઘેથી અલગા રહેવું અને જે જે કારણેાથી ક્રોધાદિ કષાય ઉપશાન્ત થાય તેવાં કારણેાનુ સેવન કરવું જરૂરનુ છે. ( ગજસુકુમાળાદિક મહામુનિએની પેરે.) જ્યાં ક્રોધ પ્રગટે છે ત્યાં તેને સહુચારી માન પણ પ્રગટે છે અને જ્યાં એ ક્રોધ માન રૂપ ૪ પ્રગટ થાય છે ત્યાં માયા અને લાભ એ દ્વંદ્ન પણ સાથે પ્રગટે છે. ઉક્ત ચારે કષાયના તાપથી પતિપ્ત જીવને કયાંય લગારે સુખ-શાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલુ જ નહિ પણ અનેક પ્રકારનાં કુવિકલ્પાથી તેને ભારે અશાન્તિ રહ્યા કરે છે અને તેને વશ થઇને તે એવાં પાપ કર્મ આચરે છે કે જેથી જીવને વારંવાર જન્મ મરણનાં દુઃખ સહેવાં પડે છે. આવાં અનત અસહ્ય દુઃખ ઉક્ત કષાયને શાન્ત-ઉપશાન્ત-પ્રશાન્ત કરવાથી ઉપશમે છે. તેથી દુઃખ માત્રને અંત કરવા અને સુખ માત્રને સ્વાધીન કરવા ઈચ્છનારે અવશ્ય ઉક્ત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ય માત્રને ઉપશમાવી દેવા જોઇએ, કષાયમાત્ર શાન્ત થઈ જવાથી વિકલ્પ માત્રને અત આવશે, અને સહુજ નિવિકલ્પ સમાધિને પામી પરમ સમતારસમાં નિમગ્ન થઇ શકાશે, એવા મહાપુરૂષાને અનુભવ છે. તેવા સત્ય સ્વાભાવિક સુખના અર્ધી જને એ પૂર્વી મહાપુરૂષોના વિહિત માર્ગે અવશ્ય પ્રયાણ કરવુ જોઇએ કે જેથી નિર્વિકલ્પ સમાધિજનિત પરમ સમતારસની પ્રાપ્તિ થાય. કૃતિસૂ
For Private And Personal Use Only