SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુને અનુનય. કરનાર અથવા ધર્મ તરફ પ્રીતિ બતાવનાર પ્રાણીઓને દુઃખી થતાં જોવામાં આવે છે, અતિ નિંદ્ય આચરણ કરનારને સુખ ભગવતે જોવામાં આવે છે, અનેક માણસોને ત્રાસ આપનાર ગાડી ફરતો દેખાય છે, જ્યારે સંકેચથી ચાલનાર ધક્કા ખાતે અનુભવાય છે અને તેથી બાહ્ય દૃષ્ટિએ ખુલાસો ન સમજી શકાવાને લીધે વિધવ્યવસ્થામાં વિરોધ અથવા અન્યાય હાય એમ કેટલીકવાર લાગે છે, એ સર્વનો ખુલાસે કર્મના અનિવાર્ય સિદ્ધાન્તથી થાય છે. જે કાર્ય કરીને પ્રાણીએ આત્મા સાથે અમુક વાસનાઓ ઉત્પન્ન કરી હોય છે તેનું નામ કમ કહેવામાં આવે છે. એ કર્મો પિદુગળિક છે અને આત્મા સાથે તે પદગળિક કર્મોને સંબંધ થાય છે તેને કર્મવર્ગ પણ કહેવામાં આવે છે. એ કર્મ વગણ અને આત્માનો સંબધ થાય તે વખતે તેને ઉદયકાળ, ઉદય કાળની સ્થિતિ, તેની ગાઢતા વિગેરે ઘણી બાબતને નિર્ણય થાય છે, અને એ સર્વને બતાવનાર કર્મ ગ્રંથ, પંચ સંગ્રહ, કમ્મપયડી આદિ વિશિષ્ટ વ્ર મોજુદ છે. એ કમને અબાધિત સિદ્ધાન્ત બરાબર સમજવાથી જે વિરોધ દર્શક બાહ્ય હકી તો જણાતી હોય છે તે સર્વનો બહુ સારી રીતે ખુલાસે થઈ જાય છે. કમના વિશાળ વિષય પર અ વિચારણા કરવાનો અવકાશ નથી, પણ અત્રે જણાવવાનું એ છે કે સુખ દુઃખાદિન ખોટે ખ્યાલ આ પ્રાણીને ઉપર જણાવ્યું છે તેનું વાસ્તવિક કારણ મેહનીયકકૃત વિભાવ દશા છે. સર્વ કર્મમાં રાજાનું પદ ધારણ કરનાર, સંસારમાં રખડાવી અનેક કલેશ ઉપજાવનાર અને માયા મમતાના મૂળ કારણભૂત આ મોહનીય કમને સારી રીતે સમજવાની ખાસ જરૂર છે. એ મેહનીય કર્મ પ્રાણીને પરભાવમાં રમણ કરાવે છે અને પિતાની વાસ્તવિક મર્યાદા કઈ છે અને પોતાનું કર્તવ્ય શું છે તે સમજવા ન દેતાં તેના ઉપર એક પ્રકારની અડધી ચઢાવી દે છે અને તેને પરિણામે પ્રાણ સંસારચકમાં અટવાયા કરે છે. તેના કોઈ પણ રીતે પાર આવતા નથી, તેની રખડપફીને છેડો આવતો નથી અને તેની વાસ્તવિક સ્થિતિ પ્રગટ થતી નથી. આ મેહનીય કર્મને ઉત્પાદક સ્થિતિમાં મૂકનાર રાગ દ્વેષ છે. રાગને લઈને આ પ્રાણીને પરવસ્તુ ઉપર અને પરપ્રાણી ઉપર પ્રેમ થાય છે, તેને તે પોતાના માને છે અને આવી રીતે જે વસ્તુ અથવા જે પ્રાણી પિતાનાં નથી તેને પિતાનાં માનવાની ભૂલ કરે છે. તેને પરિણામે તે તદ્દન અવ્યવસ્થિત સ્થિતિ ઉત્પન્ન કરે છે. પછી તે એટલે અંધ થઈ જાય છે કે એક સગાના કે નેહીના મરણ પ્રસંગે તેની સ્થિતિ જોઈ હોય તો તે ખાસ અવલોકન કરવા જેવી લાગે. પિતાની ઓ, પુત્ર કે મિત્રનાં મરણુ પ્રસંગે તેને જાણે સંસાર કડવો લાગે છે અને તે રડવા ફૂટવા અને માથું પછાડવા મંડી જાય છે. તેના ધનને નાશ થતે જોઈ For Private And Personal Use Only
SR No.533358
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy