________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મ પ્રકાશ.
- જિનેશ્વર કહેલા ધર્મ છે, ૧૨,
આડ કના પાશથી મધાયેલા જીવ આ સસારરૂપી કેદખાનામાં રહે છે, અને આ આઠ ધર્મના પાશથી છુટા થયેલા આત્મા શિવમંદિરમાં રહે છે. ૧૩. વૈભવ, સગાંસ્નેહીઓના સબધ અને વિલાસથી મનાહુર એવા વિષય સુખ; આ સર્વ કમળના પાંદડાંની અણીપર રહેલા પાણીનાં બિંદુના જેવા 'ચા છે. ૧૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મનુષ્યા ! તે બળ કયાં ગયું ? તે યાવન કયાં ચાલ્યું ગયું? તે શ ફીરની શોભા કાં જતી રહી? આ સર્વ અનિત્ય છે; કાળે એ સર્વ હતું ન હતુ કરી દીધું. તે જુએ! ! અને વિચારે ! ૧૫.
ભારે કર્મથી બંધાયેલા જીવ આ સંસારરૂપી નગરના ચાટામાં વિવિધ પ્રકારનું દુઃખ પામે છે; અહીં તેનુ કાણુ શરણુ છે ? કેઇ નથી. ૧૬
આ જીવ કમીને લીધે અશુદ્ધ, અપવિત્ર અને અશુચિ દ્રવ્યથી ભરેલા ગભાવાસમાં અનતી વાર વસેલા છે. ૧૭.
આ સસારમાં જીવાને ઉત્પન્ન થવાનાં સ્થાન ચોરાશી લાખ કહેલાં છે અને એક સ્થાનમાં આ જીવ અન`તી વાર ઉત્પન્ન થયેલા છે. ૧૮.
જુદા જુઢા ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થયેલાં અને સ'સારમાં રહેલા માતા, પિતા, બધુ વિગેરેથી આ જગત્ ભરાયેલું છે; પણ તેઓ તારૂં રક્ષણ કરી શકે તેમ નથી, તેમજ તને શરણરૂપ પણ થઈ શકે તેમ નથી. ૧૯.
દુઃખથી ઘેરાયેલા જીવ જળ વગરની જગ્યા ઉપર તરફડે છે; આવા સંબધીઓ તે જુએ છે, પણ તેનું સમર્થ નથી. ૨૦
માછલી જેમ તરફડે તેમ દુઃખ દૂર કરવા કાદ
હે જીવ! પુત્ર, શ્રી વિગેરે મને સુખના હેતુ થશે અમ તુ જાણીશ નહે સસારમાં વસતા જીવાને એજ ગાઢ ધનરૂપ થાય છે. ૨૧
માતા બીન્ન ભવમાં સ્ત્રી થાય, અને સ્ત્રી મરીને માતા પણ થાય. પિતા મરીને પુત્ર થાય અને પુત્ર મરીને પિતા પણ થાય. કમને વશ સર્વ જીવોની આ સંસારમાં એક સરખી સ્થિતિ નથી. ૨૨.
For Private And Personal Use Only
એવી એક પણ તિ નથી, એવું એક પણ ઉત્પત્તિ સ્થાન નથી, એવી એક પણ જગ્યા નથી, એવું એક પણ કુળ નથી કે જ્યાં સર્વ જીવે અન તીવાર જન્મ કે મરણ પામ્યા ન હેાય. ૨૩,