SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४८ જૈન ધર્મ પ્રકાશ. લલચાઈ જાય છે. આવા અનેક કારણોને લઈને ધર્માચાર્યોએ અવશ્ય સ્ત્રીનો ત્યાગ કરે જોઇએ અને મન વચન કાયાથી સદા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ, આ વિષયમાં શાસ્ત્રકારનું ફરમાન પણ એવું છે કે અશુભ કર્મના ઉદયને લઈને કદાચ બ્રહ્મચર્ય વ્રતમાં ખલના થાય તે સાધુએ તદન નવેસરથી ફરીથી દીક્ષા લઈ ગ્રત પાળવામાં દઢ રહેવું શ્રીમાન હરિભદ્રસૂરિ આ વ્રતની વિરૂદ્ધના વતન - બંધમાં પ્રરૂપે છે કેમૂલં વર્ધા, વત્તાવાવના તમાદ્દિવારનવાર્થ, પ્રયુનિરજીનો ભાવાર્થ-(અબ્રહ્મચર્ય) અધર્મનું મૂળ છે અને ભવની પરંપરાને વધારનાર છે તેથી મૃત્યુ નહિ ઈચ્છવાવાળાએ વિષમિશ્રિત અન્નની માફક તેને ત્યાગ કરે યોગ્ય છે. યુદ્ધમાં-રણસંગ્રામમાં ઉતરી દેશનું રક્ષણ કરનારા સૈનિકનું શરીરબળ અવિચ્છિન્ન રીતે જળવાઈ રહે તથા કુટુઅજાળ રૂપ ઉપાધિથી તેઓ મુક્ત રહે તે ગણત્રીએજ સરકાર તરફથી તેમને અવિવાહિત રાખવામાં આવે છે. તે પછી સમસ્ત બ્રહ્માંડ પર એકાતપત્ર રાજ્ય ચલાવનાર, ચકુવતી જેવા મહાન રાજા મહારાજાઓને તથા દેવેન્દ્રોને પણ પિતાની આજ્ઞાને આધીન રાખનાર મહારાજાની સામે યુદ્ધમાં ઉતરનાર આત્મગુણરક્ષક ધર્મવીરેએ બ્રહ્મચર્ય કેમ ન પાળવું? અબ્રહ્મચર્યથી-સૈથુન સેવનથી શરીરમાં અનેક પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય છે એટલું જ નહિ પરંતુ માનસિક સ્થિતિ પણ સારી રહી શકતી નથી. આધિ, વ્યાધિ અને ઉપધ ત્રણે પિતાને યથાર્થ રીતે જમાવે છે. H: જોર શો , મિર્સીનિયલ: | राजयक्ष्मादि रोगाच, नवेयुमैथुनोत्थिताः ॥ “કપ, વેદ, થાક, છો, શરીરની નિસ્તેજ અવસ્થા, બલનો નાશ અને ક્ષય ગાદિ અનેક પ્રકારના રોગો મિથુન સેવનથી ઉત્પન્ન થાય છે.” કાહાચર્ય ચારિત્રનું મૂળ છે. બ્રહ્માચર્યથી સંક૯૫ બળ વૃદ્ધિ પામે છે. બ્રહ્મચર્ય વૃત્તિ વૈરાગ્યને ખરા રંગ જમાવવામાં મુખ્ય સાધન છે. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવથી અનેક ઉપદ્રવોનો નાશ થાય છે. ભૂત પ્રેત પિશાચ વિગેરે ક્ષુદ્રદેવતાઓ બ્રહ્મચારીને કોઈપણ પ્રકારની પીડા ઉપજાવી શકતા નથી. ન્યાય વિશારદ બીરૂદ ધારક ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી નમ્નલિખિત ચતુર્થ પાપથિાનકની સઝાયમાં બ્રહચર્યના પ્રભાવનું ઘણું જ સારું રવરૂપ પ્રકાશે છે. For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy