SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. ૨૦૪ ધએ એક કૂકડીને ફરતી જોઈ. તે કુકડી પ્રીતિ અને મેહે કરીને વારંવાર વક દષ્ટિવડે પિતાની બન્ને બાજુએ અને પછવાડે ફરતા પિતાનાં બચ્ચાંઓને દેતી હતી, તેમને કડા કરાવતી હતી, અને આનંદપૂર્વક કૂફ શબ્દ કરતાં. તે વારંવાર પૃથ્વીને પગના નખવકે ખેતરીને તેમાંથી નીકળેલા દાણા પિતાના બચ્ચાંને ખવડાવતી હતી. આવી રીતે તે કૂકડી પુત્રવતી સ્ત્રીઓને મુગટ સમાન શોભતી હતી. ઘણાં બચ્ચાંઓના પરિવારવાળી તે કુકડીને જોઈને જેણે પુત્રના મુખચંદ્રને જોયા જ નથી, એવી તે ચંદ્રમુખી રાણી વડે વિચા સવા લાગી કે “મારા જન્મને, મારા જીવતરને, મારા ભેગોને અને મને થયેલી સંપત્તિની પ્રાપ્તિને પણ ધિક્કાર છે કે જેથી ચક્ષપ્રાપ્તિના ફળ રૂપ પુત્રને મેં દીઠે જ નથી. ઘણુ ધનની પ્રાપ્તિ થઈ તેથી કરીને શું ? પરંતુ જે શ્રી ચિરકાળ સુધી આંગણામાં કીડા કરવાથી ધળવડે ધૂસર થયેલા પિતાના પુત્રના મુખનું ચુંબન કરે છે, તે જ સ્ત્રી ધન્ય (ભાગ્યશાળી) છે. જેના ઉસંગમાં પુત્ર શયન કરે છે, એવી એક રંકની સ્ત્રીને પણ હું વખાણું છું, પરંતુ ઘણા આભુષણવડે જેણીનું શરીર ભરપુર છે, એવી રાજાની રાણીને પણ હું વખાણતી નથી. ઉઠતા, કૂદત, પડતો, આખડતો, ચાલો, હસતે. અને મુખમાંથી લાળ કાઢતે પુત્ર કેઈક જ ભાગ્યવંત સ્ત્રીના ઉસંગમાં રમે છે. જેમ ચંદ્ર વિનાની રાત્રી ઘણા તારાઓ વડે પણ શોભતી નથી, તેમ દેદિપ્યમાન ભૂષણના સમૂડવાળી સ્ત્રી પણ પુત્ર વિના શેભતી નથી. હે વિધાતા ! તે મને ઘણું ભૂષણરૂપી ભારમાત્રને વહન કરનારી કેમ કરી ? અને એક પણ પુત્રરત્ન કરીને કેમ ન શોભાવી ? જેમની પાસે કીડાએ કરીને ચપળા બાળકો રહેલા છે એવી તિર્યંચની સ્ત્રીઓ પણ મારા કરતાં શ્રેષ્ઠ છે, અને જેની ઉપર બાળકો રમી રહ્યા છે એવી પત્થરની શિલાઓ પણ શ્રેષ્ઠ છે, પરંત, જેને વિશે હર્ષથી એક પણ પુત્ર બેઠે નથી એવા મારા ઉત્સગને ધિક્કાર છે જેણે પુત્રને જે નથી એવા મારા નેત્રાને ધિક્કાર છે, જેણે પુત્રને આલિંજન દીધું નથી એવા મારા બંને હાથને ધિકાર છે, અને જેનું પુ અવઉંબન કર્યું નથી એવા મારા કંઠને પણ ધિક્કાર છે. અરે!. હુ નિગણી : કરું! કયાં જાઉં? મારા આ સર્વ સુખને બદલે મને એક પુત્ર પણ પ્રાપ્ત ન થયે?” આ પ્રમાણે દુઃખ સમૂડના આઘાતથી જાણે હદય ફાટી જતું દેય તેમ તે આળસુ થઈને એક આમ્રવૃક્ષની નીચે પૃપર બેઠી. અશ્રુથી એ થયેલા પિતાના વસ્ત્રને નિઃશ્વાસના વાયુવડે જાણે સૂકવતી હોય, અને નિઃસથી ઉડેલી પૃથ્વીની રજને અશ્રુ જળવડે જાણે ભીંજવતી હોય, તથા હદ For Private And Personal Use Only
SR No.533305
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy