SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ ૧૩૭ આ લેકમાં મંગળ, અભિધેય, પ્રજનને સંબંધ બતાવેલ છે. શ્રી તીર્થ નાથના ચરણકમળને નમસ્કાર કરવારૂપ મંગળિક કરેલું છે. તે ચરણકમળ સર્વ પ્રકારના કલ્યાણના નિષ્પાદક છે, ગુણગણના નિધાન છે, એમને કરેલા નમસ્કાર રૂપ મંગળિકથી પ્રાણુ ગુણગણુને નિર્વેિદને પ્રાપ્ત કરી શકે છે. ગુણ ગ્રહણશામાટે કરવા ? શી રીતે કરવા? ઈત્યાદિ ગુણગ્રહણનું સ્વરૂપ કહેવારૂપ અભિધેય છે. પ્રોજન ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છા રૂપ છે અથવા તેના વિશેષણ તરીકે કહેલ ભાગ્યલક્ષમીના જનક એ શબ્દ પણ પ્રોજન સૂચવે છે. સૈભાગ્યલક્ષમી પ્રાપ્ત કરવી એ પણ પ્રજન છે. પરંપરાએ વક્તા શ્રોતા બંનેને મિક્ષલક્ષમી પ્રાપ્ત કરવારૂપ પ્રયોજન છે. સંબંધ તે અનેક પ્રકારને વાચ્ય વાચકાદિ છે તે સ્વયમેવ સમજી લેવા ચગ્ય છે. આ ગાથામાં કર્તાએ પરમાત્મા ( તીર્થનાથ) પ્રત્યેને અપ્રતિમ પ્રેમ બતાવ્યું છે, તેમજ ગુણાનુરાગની અપ્રતિમ ઈચ્છા પ્રદર્શિત કરી છે. ' ' હવે ગુણાનુરાગથી યાવત શું શું સુખોની–પદની પ્રાપ્તિ થાય છે તે કર્તા બતાવે છે– उत्तमगुणानुराज, निवस हिय्यमि जस्स पुरिसस्स । आतीथ्ययरपयाज, न मुनहा तस्स रिकीच ॥ ७॥ જે પુરૂષના હદયમાં ઉત્તમ ગુણેને અનુરાગ વર્તે છે તેમને તીર્થંકરપદ પર્યત સર્વપદની નદ્ધિ-સમૃદ્ધિ દુર્લભ નથી, અર્થાત સુલભ્ય છે.” વિવેચન–માત્ર વચનમાર્ગમાં એટલે વાણી દ્વારા પ્રશસા કરવામાં નહીં પણ જેના હૃદયમાં-અંતઃકરણમાં ઉત્તમ ગુણે સંબંધી અનુરાગ–પ્રીતિ વિશેષ વર્તે છે તેને તીર્થકરપદ સુધીની એટલે વાસુદેવ, બળદેવ, ચકવર્યાદિકની. અથવા દેવ દેવેદ્ર અહમિદ્રાદિકની અથવા વિદ્યાધરાદિકની—કઈ પણ પ્રકારની હદ્ધિ પામવી દુર્લભ નથી. કારણકે જે ગુણાનુરાગથી ઉંચામાં ઉંચી-શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થકરપણાની ત્રિદ્ધિ-પદવી પ્રાપ્ત થઈ શકે છે તે પછી તેનાથી નીચા દરજજાની બીજી ઋદ્ધિ પામી શકાય તેમાં કિંચિત્ પણ આશ્ચર્ય નથી. ગુણાનુરાગથી ગુણે પ્રાપ્ત થાય છે. ગુણે પ્રાપ્ત થવાથી શુભ પ્રકૃતિએ બંધાય છે અને શુભ નામકર્માદિ પ્રકત્તિઓ ઉદયમાં આવે છે ત્યારે પ્રાણુ અનેક પ્રકારની સુખસંપત્તિ પામે છે. ટંકામાં સર્વ પ્રકારની ત્રાદ્ધિ પ્રાપ્ત કરવામાં બીજરૂપ ગુણાનુરાગ છે, તેથી તેની ઇચ્છાવાળાએ ગુણાનુરાગનું સેવન કરવું યોગ્ય છે. ગુણાનુરાગીને ધન્યવાદ આપતા સતા કર્તા કહે છે કે – For Private And Personal Use Only
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy