________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G૬
જૈન ધર્મ પ્રકાશ. છે રાગદ્વેષાદિક અંતરંગ શત્રુઓને સંપૂર્ણ રીતે જીતી લીધા છે એવા જિનેશ્વર - ગવાને કથન કરેલા તત્ત્વને સારી રીતે જાણી સમજીને જેને જન્મમરણાદિક દુઃખને સર્વથા ક્ષય કરી મોક્ષ સંબંધી અક્ષય અવિચળ સુખ મેળવવાની તીવ્ર અભિલાષા જગી છે એવા મુમુક્ષુ જને જ ખરેખર પૂર્વોક્ત વીતરાગ પરમાત્માનું દાન કરવાના અધિકારી છે.
૧૧ લહી ભવ્યતા હે માન–જન્મ જરા અને મરણના દુઃખથી સવથા મુક્ત થઈ મોક્ષ સંબંધી અક્ષય સુખ પામવાને અધિકારી બનવું, એટલે તેની યોગ્યતા મેળવવી એજ ખરેખર આતમ સંસ્કાર ( self respect) સમજો.
૧૨ કવણ અભવ્ય ત્રિભુવન અપમાન–પૂર્વોક્ત ભવ્યતાથી વિપરીત અભવ્યતા મેક્ષ સંબધી શાશ્વત સુખથી સદા બેનશીબજ રહેવાય એવી અને ગ્યતા એજ ખરેખર જગતમાં મહટામાં મોટું અપમાન જાણવું. કેમકે તેથી જીવ જ્યાં જ્યાં જન્મ, જરા અને મરણ સંબંધી અનંત દાવાનળમાં પચાયાજ કરે છે.
૧૩ ચેતન લક્ષણ કહીએ જીવ–ચેતના એ જીવનું સામાન્ય લક્ષણ છે. ચિતન એટલે ચિતન્ય-સજીવનપાનું. બાકી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ જીવન વિશેષ લક્ષણો છે. એવાં લક્ષણે જીવમાંજ લાભી શકે.
૧૪ રહિત ચેતન જાન અજીવ—જેનામાં પૂર્વોક્ત ચેતના-ચત-સજીવનના વિદ્યમાન નથી તે અજીવ અથવા નિર્જીવ કહેવાય છે. નિર્જીવ વસ્તુમાં સામાન્ય લક્ષણ ચિત જ નથી તે વિશેષ લક્ષણ જ્ઞાનાદિક તો હોયજ કયાંથી? એવી રીતે જીવ અને અજીવ વસ્તુને નિર્ણય કરે સુતર પડે છે.
૧૫ પર ઉપગાર પુણ્ય કરી જાણ-જેમ અન્ય જનું હિત થાય એમ મન વચન અને કાયાને સદુપયોગ કર, અન્ય જીવોને શાતા સમાધિ ઉપજે એવાં કાર્ય પરમાર્થષ્ટિથી કરવાં, કરાવવાં કે અનુમોદવા કદાપિ સ્વપ્રમાં પણ કઈ જીવને પીડા-અશાતા-અસમાધિ-અહિત થાય એવું નથી પણ નહીં ઈચ્છતાં સદા સર્વદા સર્વનું એકાંત હિત-વાત્સલ્ય થાય તેવું જ મનથી ચિતવવું, તેવું જ વચન વાપરવું અને તેવુંજ કાયાથી પ્રવર્તન કરવું, એવા પવિત્ર માર્ગથી કદાપિ
ખલિત ન ઘવાય એટલા માટે સાવધાન રહેવું એવાં હિતકારી કાર્ય કરી તેને બદલે નહીં ઈ . યશકીર્તિ પ્રમુખને લાભ નહીં રાખતાં સ્વ કર્તવ્ય સમજીને સહુની ઉપર સમદષ્ટિ રાખીને એટલે રાણપથી થતી વિષમતા ટાળીને અને મંત્રી પ્રમુખ ચાર ભાવનાને અંતઃકરણથી આશ્રય કરીને સ્વપર હિતને માટે પ્રવર્તાવું એજ ખરેખર પુષ્યને માર્ગ છે. પૂર્વ મહા પુરૂએ જ પુણ્યશાર્ગ આદરેલ
For Private And Personal Use Only