________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સંત્ર વિવરણ.
૩૯
ભાવાર્થ ઇંદ્રિયસુખમાં મેાહિત થયેલા જીવ પર્વતની માટીને ધન માનીને તે લેવા દોડે છે; પરંતુ અનાદિ અનંત એવુ' જ્ઞાનરૂપ ધન પાતાની પાસેજ છે ( પોતાનાજ ઘટમાં છે ) તેને તે જોતે નથી. ૫.
વિવેચન—પાંચ ઇંદ્રિયના વિષયસુખમાં મુંઝાઈ ગયેલા જીવ તે કલ્પિત સુખના સાધનભૂત લક્ષ્મીને માટે પર્વતમાં રહેલી નાના પ્રકારની ધાતુએની ખાણા કે માટી ખોદી તેમાંથી લક્ષ્મી પેદા કરવાની આશાથી ઢોડધામ કરે છે, તેને માટે અનેક પ્રકારના પાપારભ કરે છે. વળી ભુખ, તૃષા, ટાઢ, તડકા સહન કરતા કુંત્રચિત્ મરણાંત દુઃખને પણ પામે છે. અંતે ધારેલી લકમી મળે છે અથવા નથી પણ મળતી. કવચિત્ કલ્પિત લાભ પણ થાય છે, અને હાનિ પણ થાય છે. પરંતુ મેહવશ થયેલા પ્રાણી પાતાનુ ધાર્ય કરવાને જેટલો અને તેટલા પ્રયાસ ગમે તેટલુ ોખમ ખેડીને પણ ઉડાવે છે. જેમ આંખમાં પીળી [ કમળા ] થઇ જવાથી સર્વત્ર પીળુ' પીળુ જ દેખાય છે તેમ મિથ્યાત્વ મેહુથી પરવશ થયેલા વિષયાસક્ત જીવ પણ જ્યાં ત્યાં સોનુંજ દેખે છે, અને તે લેવાને વિવેકવિકળ ની દિવાનાની પરે દોડે છે. પેાતાનીજ પાસે સાર વસ્તુ છે. તેનુ' તેને ભાન પણ નથી, તે તેને માટે આદર તા હેયજ શાને ? જ્યાં સુધી મેહુની ખુમારી ચઢી હોય છે ત્યાં સુધી આવીજ દુર્દશા ખતે છે. જયારે મેહનુ જોર નરમ પડે છે ત્યારે વિષયાસક્તિ ઘટે છે અને ભાગ્યયેાગે સત્ સમાગમ મળે છે. ત્યારેજ સદ્ગુરૂ તેને સદુપદેશવર્ડ પારકી આશા તજવા અને પોતાને સ્વાધીન એવું જ્ઞાનામૃત પીવા બોધ આપ છે, યથા
આશા આરની કયા કીજે, અવધુ ! જ્ઞાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વાર લેાકનકે, કુકર આશાધારી;
આતમ અનુભવ રસ કે રસીઆ, ઉતરે ન કબહુ ખુમારી, આશા॰ ↑ આશાદાસીકે જાયે, તે જન જગકે દાસા;
આશા ર
આશા ૩
આગાદાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તનભાડી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. અગમપીઆલા પીએ. મતવાળા, ચીન્હી અધ્યાતમ વાસા; આનંદ ઘન ચેતન વહી ખેલે, દેખે લાક તમાસા. આશા ૪ એ મહાપુરૂષ જણાવે છે કે પારકી આશા વિષયતૃષ્ણા–પરસ્પૃહા વિષ જેવી દુ:ખદાયી છે. વિષયરસના આગી જને ફેંકરની પેરે ડામ ઠામ ભટકી વિષ યની ભિક્ષા માગે છે, ઠેકાણે ઠેકાણે અપમાન પામે છે, વિવિધ પ્રકારનાં કષ્ટ સહે છે,
For Private And Personal Use Only