SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાનસાર અન્ન પછીકરણ. તેમ તબર યા દિગબર બુદ્ધ કે ગમે તે સમતાવડે અવશ્ય મોક્ષનાં અધિકારી લઈ શકશે. આત્મામાં એવી સુખદાયી રમતા આવી છે કે નહિ તેની જીવને અ રે પ્રીતિ થઈ શકે છે. જો ખરે અવસરે ગજસુકુમાળ, મેતાર્ય મુનિ, અવંતિ કુમાળ, દાહારી, ચિલાતીપુત્ર, બંધક મુનિ, સુકેશલ મુનિ અને કંદ, સૂરિના પ૦૦ શિષ્યની પર આત્મા સર્વ પરભાવને છેડી નિજ સ્વભાવમાંજ અડગ રહે, કોઈ ઉપર લવલેશ પણ રાગ દ્વેષ ન કરે, તે તે સમતા રસમાં મગ્ન થયે કહેવાય. એવી સહજ સમતાને સેવાર શુદ્ધ ચારિત્રપાત્ર સાધુ પુરૂજ મોક્ષના ખરા અધિકરી છે. મુનિના મુષ્ટિજ્ઞાનનું કંઈક સ્વરૂપ બતાવીને પુનઃ હેતુ યુક્તિવડે સમ્યમ્ જ્ઞાનનું મહાભ્ય શાસ્ત્રકાર કહે છે – __ अस्ति चद ग्रंथिलि हानं, किं चित्रैस्तंत्रयंत्रणैः । प्रदीपाः क्वोपयुज्यंते, तमोन्न दृष्टिव चेत् ॥६॥ ભાવાર્થ–જો મિથ્યાત્વરૂપી ગાંઠને ભેદી નાંખનારૂં સમ્યગ જ્ઞાન પ્રગટ થયું તે પછી ભિન્ન ભિન્ન શાસ્ત્ર જાણવાના પરિશ્રમવડે શું ? જે સ્વાભાવિક રીતે જ અંધકારને નાશ કરનારાં ચક્ષુ પ્રાપ્ત થયાં હોય તે પછી કૃત્રિમ દીપક કરવાનું પ્રયજન શું? વિવરણ-- રાગદ્રષમય મિથ્યાત્વમે હની નિબિડ ગાંઠને તોડવાવાળું સમ્ય દર્શન-જ્ઞાન પ્રગટ થાય તે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં પરિશ્રમ કરવાનું વિશેષ પ્રજન રહે નહિં. કેમકે શાસ્ત્ર પરિશ્રમ વડે જે પ્રાપ્તવ્ય હતું તે તે પ્રાપ્ત થઈજ ગયું છે. શાસ્ત્ર પરિશ્રમ કરવાનું મુખ્ય પ્રયજન વસ્તુતત્વને ફુટ રીતે જ તેની સારી રીતે પ્રતીતિ કરવાનું હોય છે, તે જે તત્વજ્ઞાન અને તત્ત્વદર્શનવડજ સિદ્ધ થઈ ચુકયું હોય તે પછી જુદાં જુદાં મતમતાંતરીય શાસે જવાનું, તેમાં વધારે પરિશ્રમ લેવાનું વિશેષ પ્રજન શું? ગમે તે રીતે સ્વતઃ કે પરતઃ સમ્યગ જ્ઞાન-દર્શનને લાભ થયે હેય તે પછી શાસ્ત્ર પરિશ્રમની વિશેષ ગરેજ રહેતી નથી. કેમકે જે શાસ્ત્રપરિશ્રમથી કરવાનું કે પામવાનું છે તે સમ્યગ જ્ઞાનદર્શનવડે જ કરી કે પામી શકાય છે. જે અંધકારને સહજમાં દૂર કરી નાંખે એવી દષ્ટિજ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ હોય તે અનેક ઉપાધિયુક્ત કૃત્રિમ દીવા કરવાનું કામ શું ? કંઈજ નહિ. કેમકે જે અંધકાર ઉપાધિયુક્ત કૃત્રિમ દીવા કરવાથી ટળે છે તે અંધકારને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલી દિવ્ય દષ્ટિ જ દૂર કરી શકે છે. દેવતાઓને તેમજ સાતિશય જ્ઞાની પુરૂને એવી દિવ્ય ચક્ષુ સ્વાભાવિક રીતે જ પ્રગટે છે. પછી તેમને અંધકાર દૂર કરવાને અને તેજોમય પ્રકાશ પ્રાપ્ત કરવાને કૃત્રિમ એવા દ્રવ્ય દીપકનાં કંઈ પણ અપેક્ષા રહેતી નથી. દેવતાને અવધિ જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુ અને શેષ સાતિશય જ્ઞાનીને પણ જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુ સ્વાભાવિક રીતે પ્રગટે છે, જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષને અંતરંગ ચા પણ કહે છે. તેથી For Private And Personal Use Only
SR No.533294
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy