________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેથી જેન વેતાંબર કોન્ફરન્સ. ૫ બીજી પણ કેટલીક દર્શનીય વસ્તુઓ હતી. પ્રદર્શનના મધ્યમાં પાંચ ઇદ્રીઓથી મૃત્યુને વશ થતા પ્રાણીઓને આબેહુબ સ્વરૂપ બતાવેલાં હતાં. હરણ અને પારધી, દીપક ને પતંગ, કમળ ને ભ્રમર, મત્સ્ય ને માછીમાર તેમજ હાથી ને હાથીણી એવાં બનાવેલાં હતાં કે તેને જોતાં જ એકેક ઈદ્રિીના વિષયથી થતી ખરાબીને પ્રગટ અનુભવ થતો હતો. ત્યાંથી આગળ અનેક સ્વદેશી વસ્તુઓ– મીણબત્તી, સાબુ, કેતરકામ તથા પાટણનાં પટેળાં મશરૂ ને અતલસ વિગેરેના નમુના મુકવામાં આ
વ્યા હતા, તે સાથે ખાસ શિખામણ લેવા લાયક પાંચ અંધ, છ લોશ્યાવાળા, વણઝારા, ધોબી અને સંજીવીની ચાર સંબંધી ચિગેલા પીકચર બાંધેલા દષ્ટિગત થતા હતા. છેવટના ભાગમાં એ. લાચીકુમારને નાને ને મોટો એવા બે દેખાવ આબેહુબ કરવામાં આવ્યા હતા. વાંસ ઉપર રહેલા એલાપુત્ર, નટ, નટણ, નટપુત્રી, રાજા, રાણી, પ્રધાન, શેઠાણી વિગેરેના રવરૂપ સારી કારીગરીથી બનાવવામાં આવ્યાં હતાં.
પ્રદર્શન જેવાની ફી ચાર આના રાખવામાં આવી હતી અને તે ખુલ્લું મુકવાની કિયા શ્રીમંત ગાયકવાડ સરકારના વિશ્વાસુ અમાન્ય રમેશ્ચદ્રદત્ત ફાગુન શુદિ ૧ શનીવારની સવારના ૯ વાગે એક સારા મેળાવડા વચ્ચે કરી હતી. તે પ્રસંગે તેમણે એક લંબાણ ભાષણ કર્યું હતું જેની અંદર સ્વદેશી હીલચાલના સંબંધમાં તેઓ બહુ અસરકારક બોલ્યા હતા. પ્રદર્શન કમીટી પણ ખાસ જુદી નીમવામાં આવી હતી, તે કમીટીના પ્રમુખ શેઠ પુનમચંદ કરમચંદે પણ આ મેળાવડાના પ્રારંભમાં પ્રસંગને અનુસરતું ભાપણ આપ્યું હતું, તે ભાષણ છપાયેલ છે. આ પ્રદર્શન ખાસ કરીને જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા માટે તેમજ તેમાં થઈ ગયેલા વિદ્વાનેની ચમત્કૃતીવાળી કૃતીને દેખાવ આપવા માટે ખોલવામાં આવ્યું હતું, તેની અંદર સ્વદેશી હીલચાલ પણ જીવદયા વિગેરે અનેક કારણોને લઈને જૈનવર્ગને પ્રિય છે એમ બતાવવા માટે સ્વદેશી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
* *
*
*
*"
-
For Private And Personal Use Only