________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિથી જૈન વેતાંબર કોન્ફરન્સ આવી હતી, તેમજ તેની જમણી બાજુ ઉપર મુનિ મહારાજ માટે ઘણી ઉંચી બેઠક કરવામાં આવી હતી. કાઠીઆવાડ, ગુજરાત, મારવાડ, પંજાબ, બંગાળ, દક્ષીણ વિગેરે દેશોના ડેલીગેટ માટે જુદા જુદા સર્કલ ગોઠવવામાં આવ્યા હતા. રીપશન કમીટીના મેમ્બરોને મોટે ભાગે સ્ટેજ ઉપર જગ્યા આપવામાં આવી હતી. આખો મંડપ વસ્ત્રવડે મઢી લીધેલ હતો. સન્મુખ ત્રણ અને બે બાજુ એકેક મળી મુખ્ય પ્રવેશદ્વાર પાંચ હતા. મધ્યકારમાં પેસતાં જમણી બાજુએ સ્ટેજની નજીકમાં ગ્રેજ્યુએટનું સર્કલ હતું અને તેને લગતી કેટલીક જગ્યા લંટીચરે માટે રાખવામાં આવી હતી. આખા મંડપમાં એકંદર પાંચહજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. ડેલીગેટોની બે બાજુએ વીઝીટરોની ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, તેની ફી ત્રણ રૂપીઆ રાખવામાં આવી હતી. અને ત્યારપછી અર્ધવર્તુલાકારમાં ફરતી પાટીઆઓની ચડઉતર બેઠક (ગેલેરી) વિઝીટર માટે કરવામાં આવી હતી, તેની ફી બે રૂપીઆ રાખવામાં આવી હતી. . મંડપની અંદરના ભાગ નાના નાના રણીઓ અને વાવટાએથી શોભાવવામાં આવ્યો હતો. દરેક સ્થંભની સાથે હિતશિક્ષાનાં વાકયે લખેલા બે ટાંગી દેવામાં આવ્યા હતાં, જેમાંના દરેક વાક્ય અમૂલ્ય હતાં.
મંડપને આગલે ભાગ ચિત્રકામથી શોભાવવામાં આવ્યો હતો અને તેની આગળ ડુંક મેદાન મુકીને બીજા ત્રણ દરવાજાઓ ઉભા કરવામાં આવ્યા હતા તે પણ કપડાથી મઢીને ચિત્રકામથી. શેભાવેલા હતા તેની જમણી બાજુએ ટેમ્પરરી પોસ્ટ ઓફીસ હતી. મુખ્ય મંડપની ફરતા જુદા જુદા તંબુઓમાં જુદી જુદી ઓફીરો રાખવામાં આવી હતી.
મુખ્ય મંડપની જમણી બાજુએ જન જ્ઞાનનિધિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, તેને માટે ઉપર પત્રાઓ નાખીને પાકો મંડપ કરવામાં આવ્યો હતો. મેઘરાજાએ પણ આ અવસરે પ. ધરામણી કરવી ઉચિત ધારી હતી, પરંતુ તેમની પધરામણી તે -
For Private And Personal Use Only