________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ વાનું મુકરર થયું હતું. શેઠ વરચંદભાઈ દીપચંદ તથા શેઠ શેકળભાઇ મુળચંદને પેન તરીકે નીમવામાં આવ્યા હતા, અને કમીટીની અંદર બીજા ૧૦ ઓનરરી મેમ્બરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ સઘળી હકીકત તે ખાતા તરફથી છપાનારા રીપોર્ટમાં આવનારી હોવાથી અહીં વિસ્તારથી લખવામાં આવી નથી.
૨ જૈન યુએસ એશીએશન. આ મંડળના સેક્રેટરી મી. મોતીચંદ ગીરધરલાલ બી. એ. એલ. એલ. બી. ભાવનગરનિવાસીએ ગત વર્ષનો વાર્ષિક રી. પિોર્ટ વાંચી સંભળાવ્યે હતો. તે પસાર થયા બાદ કેટલાક ઠરા કરવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષમાં પસાર થયેલા પ્રયુએટોનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. આ મંડળ પણ કેફરસ મંડપમાં મંગળવારની રાત્રેજ મી. ગુલાબચંદજી ઠાના પ્રમુખપણ નીચે મળ્યું હતું.
૩ જૈન શ્વેતામ્બર મહિલા સમાજ, આ સમાજ સાગરગચ્છના ઉપાશ્રયમાં મી. ગુલાબચંદજી ઠહાને માતુશ્રીના અગ્રપણ નીચે શુદ ૫ બુધવારે બપોરે મળે હતે. તેમાં સ્ત્રી સમુદાયના હિત સંબંધી કેટલાંક ભાષણે થયાં હતાં. બે સ્ત્રીઓ ઉપરાંત મી. લાલન અને મી. પરમાર પણ કેટલુંક બોલ્યા હતા. તે ઉપરથી કેળવણી સંબંધી તેમજ બીજા ચાર પાંચ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને હવે પછી અમદાવાદમાં કોન્ફરન્સ મળે તે વખતે આ સમાજને વધારે સારી સ્થિતિમાં મુકવાનું ઠર્યું હતું.
ફાલ્ગન શુદિ ૫ મે કોન્ફરન્સ મંડપમાં ખુરશીઓ ખસેડી નાખીને મુનિરાજશ્રી કાંતિવિજ્યજી મહારાજ તરફથી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ઘણા નિબંધુઓએ તેને લાભ લીધે હતો. તેઓ સાહેબે પોતાના વ્યાખ્યાનમાં ખાસ કરીને કોન્ફરજો પસાર કરેલા કેળવણીના વિષય સંબંધી અને જીર્ણ પુસ્તકોદ્વારના વિષય સંબંધી જ વિવેચન કર્યું હતું. તેઓ સાહેબની ઈચ્છા છે કે કોન્ફરન્સમાં ચર્ચાયેલા તમામ વિષય સંબંધી
For Private And Personal Use Only