________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જેન કેન્ફરન્સ. જ કોન્ફરન્સના પ્રમુખ રાય સાહેબ બદ્રીદાસજી બહાદુરે શ્રી સમેત શીખરજી તથા શ્રી મક્ષીજી વિગેરે તીર્થ માટે પોતે ને જાત ભેગ આપી તથા અમુલ્ય વખત રકી પિતાના ધર્મ તીર્થની જે સ્તુતિ પાત્ર સેવા બજાવી છે, તથા આ કેન્ફરન્સનું પ્રમુખ પદ લઇ આપણને વિશેષ ઉપકારી કર્યા છે તેને માટે આ કેન્ફરન્સ તેમને ખરા અંત:કરણથી આભાર માને છે.”
ઠરાવ ૧૯ મો. [ દેશી મહારાજાઓને ઉપકાર.] માળવામાં આવેલુ શ્રી મક્ષીજીનું તીર્થ, જેના સંબંધમાં વાલીયરના મહારાજાએ હાલમાં આપણને જે ઇન્સાફ આપે છે તે માટે તેમને આ કેન્ફરન્સ આભાર માને છે. અને તે માટે માહારાજા ઉપર તાર મુકવો એગ્ય ધારે છે.
વળી ઉદેપુરનું રાજ્ય, જેમાં આપણું જાણીતું શ્રી કેસરીયાજીનું તીર્થ આવેલું છે, ત્યાંની વ્યવસ્થા ત્યાના મહારાણુ તરફથી કમીટી મારફતે સારી રીતે રાખવામાં આવી છે. અને બીજી કેટલીએક ચેષ વ્યવસ્થા કરવા માટે તેઓને અરજ કરવામાં આવનાર છે તેથી તેઓ સાહેબ આપણી અરજ ધ્યાનમાં લેશે એવી આશા રાખવામાં આવે છે. આ મહારાજાને પણ આ કોન્ફરન્સ ઉપકાર માને છે.
વળી જામનગરના મહારાજા જામ સાહેબ જસાજી બહાદુર જેઓએ આખે શ્રાવણ માસ, આધક માસ, પર્યુષણ, અગીયાર. સ તથા અમાસે પિતાને આખા રાજ્યમાં કોઈ પણ જીવ હીંસા કરે નહીં તેવો હુકમ કહા છે. ઘેટાં બકરાંને નાની વયમાં કેઇ રઝળતા નહીં મુકે તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ખેતીના ઉપયે.ગી જાનવરે ગાય, ભેંસ બળદ, વગેરેને વધ નહીં કસ્વા માટે સખત સરક્યુલર કહાડયો છે. તે મહારાજા જામ સાહેબને આ જૈન કેન્ફરન્સ આ તઃકરણ પૂર્વક આભાર માને છે.
- વળી દસેર ના તેહવાર ઉપર વડોદરા, ભાવનગર, મોરબી, લીંબડા, અને ધરમપુર વિગેરેના મહારાજાએ બકરા તથા પાડાને વધ થતો બંધ કર્યો છે, તેમને આ કેન્ફરન્સ ખરા દિલથી ઉપકાર માને છે. તેમજ જે રાજાને પશુ વેધ અટકાવવા માટે અરજ કરવામાં આવી છે તેઓ પણ આપણુ અરજી સ્વીકારી એવી આશા રાખવામાં આવે છે, 22
For Private And Personal Use Only