________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી જૈનધર્મ પ્રકાશ. તથા લાવણ્ય કરીને ઉત્કૃષ્ટ છે અને સૌભાગ્યવતી છે. તેને ચાર ચાર માસે મજ્જન જળ ક્રીડાને ઉત્સવ રાજા કરે છે. એકદા તે ઉત્સવ આબે સતે રાજાએ શેવક પુરૂષને બેલાવીને આજ્ઞા કરી કે આવતીકાલે સુબાહુ પુત્રીને મજજનોત્સવ છે. માટે તમે એક સુશોભીત મંડપની રચના કરે અને તે મંડપમાં, રાજ્ય માર્ગ તથા ચહુટા વિગેરેમાં પંચવર્ણના જળ સ્થળના નિપન્ન થયેલા પુષ્પ સમુહ વેરો અને તેની માળાઓ બાંધો. તેમજ રાજ્યમાર્ગ, ચહુટામાં તથા તે પુષ્પ મંડપમાં પાંચ વર્ષના અક્ષતવડે નગર આછે અને તે આલેખનના મધ્યમાં પુષ્પ મંડપની વચ્ચે એક સુશેભીત બાજોઠની રચના કરે–મુકો. શેવક પુરૂષોએ રાજાની આજ્ઞા પામીને તરતજ તે પ્રમાણે સમસ્ત તૈયારીઓ કરી.
હવે મજ્જનોત્સવને દિવસે રૂપી રાજ પ્રભાત સમયે એક પ્રધાન હસ્તી ઉપર બેસી, કત છત્ર ધારણ કરાવી, બંને પાસે ચાખ્ખર વિજાતે ચતુરગીણી સેના સહીત, અંતેઉરના પરિવાર યુક્ત, સુબાહુ પુત્રીને આગળ કરીને રાજ્યભવનમાંથી નીકળ્યો. તે નગરના મધ્ય મધ્યમાં થઈને જ્યાં મુખ્ય રાજ્યમાર્ગ છે અને જ્યાં પુષ્પ મંડપની રચના કરેલી છે ત્યાં આવ્યો હસ્તી સ્કંધથી ઉતરીને મંડપમાં સ્થાપન કરેલા રાજ્યગ્ય સિંહાસન ઉપર બેઠે. એટલે રાજાની સર્વ રાણીઓએ મળીને સુબાહુ પુત્રીને પૂર્વે સ્થાપન કરેલા બાજોઠ ઉપર બેસારી અને સુવર્ણના તથા રૂપાના સુશોભીત કશિવડે તેને સ્નાન કરાવી મજજનેત્સવ કર્યો. પછી તેને બહુ મૂલ્ય વસ્ત્રાભરણ પહેરાવી શોભાયમાન કરીને રાજાને પગે લાગવા મોકલી.
સુબાહુપુત્રી જ્યાં રૂપી રાજા સિંહાસનારૂઢ થયેલ છે ત્યાં આવી અને પિતાના ચરણ કમળનું વંદન કર્યું. પિતાએ બહુજ પ્રીતીવડે તેને પતાના ખેળામાં બેસારી. પુત્રીનું રૂપ, લાવણ્ય, વન અને શરીરની શોભા જોઈ રાજા બહુ આશ્ચર્ય પામ્યો પછી અંતેઊરના રક્ષક નાજર વર્ગને બેલાવીને રાજાએ પુછયું કે તમે મારા આદેશ વડે અનેક ગ્રામ નગર પ્રત્યે જાઓ છો તો તેમાં કોઈ જગ્યાએ કોઈ રાજપુલીને કે દ્રવ્યવાન શ્રેણી પુત્રીને કે બીજી કોઈ ભાગ્યવતી પુત્રીનો આ સુબાહુ કુમારીની જે મજજનેત્સવ જોયો છે? તેઓ બોલ્યા “હે સ્વામી ! આપના આદેશ વડે એકદા અમે મિથીલા નગરીએ ગયા હતા ત્યાં કુંભ રાજાની પ્રભાવતી નામે રાણીની અંગજા મલ્લી નામે અત્યંત રૂપ સૌભાગ્યવંત પુત્રી છે જેને મ
For Private And Personal Use Only