________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાણિકપણું. भोजार्ण हि विधाय पारभविकं तैल्यालये च स्थितो, वृत्तांत प्रतिकर्ण्य स ह्यनडुहोदृष्ट्वा प्रभातेऽखिलं; गत्वा भोजगृहं समयै सकलं भंडारिकानां धनं, तान्पोचे तहणं क्षमोऽन्य भविकं दातुं न गेहे गतः ॥१॥
આ શ્લોકમાં ભાવાર્થ એવો છે કે-એકતા કોઈ એક વાણીઆએ એવું વિચાર્યું કે “આ ભવમાં લીધેલું દીધેલું હોય તે પરભવમાં પાછું લેવાતું કેવાતું નથી માટે આપણે આવતા ભવને કરારે કોઈ પાસેથી દ્રવ્ય લઈ આવવું.” પછી તેણે ભોજરાજાને ઉદાર જાણીને તેની પાસે જઈને કહ્યું કે “હું આવતે જન્મે તમને એક લક્ષ રૂપિયા વ્યાજ સહિત આપીશ. કહેતો ખત કરી આપુ' ભોજરાજાએ ખત કરાવી લઈને આપવા હા કહી, એટલે તેણે તે ખત કરી આપ્યું અને લક્ષ દ્રવ્ય લઈ આવી રાત્રીએ કોઈ ઘાંચીને ત્યાં રાત્રીવાસી રહ્યા. અર્ધ રાત્રી થઈ એટલે ઘાંચીના બને બળદો પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમાં પ્રથમ એક બળદ જે કે ઘાણીના અત્યંત પ્રયાસથી બહુજ કૃશ અને મૃત્યુ તૂટ્ય થયેલો હતો તે બોલ્યો કે મારે તો પૂર્વ જન્મના દેવામાંથી ઘાંચીને માત્ર એક ત્રાંબીઓ જ દે રહ્યા છે. એટલે કાલે સવારે હું ચાર ફેરા ઘાણીના દઈને દેવું પુરૂં કરી મરણ પામીશ એટલે દેવાથી છુટીશ અને પરભવે સુખી થઈશ.” ત્યારે બીજો બળદ જે કે લટપર હતો તે બોલ્યો કે મારે તો ઘાંચીનું પૂર્વ જન્મનું હજુ એક લક્ષ દ્રવ્ય દેવું રહ્યું છે, તે આવી રીતની મજુરી તે જ પર્યત કરું તો પણ કાંઈ પૂરું થાય તેમ નથી. પરંતુ જે આ વાણીઓ સુતેલો છે તે સવારમાં ભેજરાજાની પાસે જઈને કહે કે તમારા પટ્ટહસ્તી સાથે આ ઘાંચીના બળદને લડાવો અને જે બળદ ને તે ઘાંચીને તમારે લક્ષ રૂપીઆ આપવા. આ પ્રમાણે કહેવાથી ભોજરાજા કબુલ કરે તો હું તેના પદહસ્તી સાથે લડી તેને જીતીને ઘાંચીના લક્ષ દ્રવ્યના ઋણમાંથી છુટું અને ભોજરાજાની પાસે મારા પૂર્વ ભવના લક્ષ રૂપિયા લેણા છે તે એ પ્રકારે આવી જાય એટલે લેણા દેવા બંનેમાંથી છુટીને મરણ પામી પરભવે સુખ પામું.’ આ વાત વાણીઆએ સાંભળી એટલે તેને તે ચટપટી થવા લાગી કે શું! વળી પભવની રારતે કરેલું દેવું આમ બળદ થઈને પણ દેવું પડે? ના ના એમ હેય નહી ! માટે ચાલ આપણે તે આ વાતની જરૂર ખાત્રી કરવી અને
For Private And Personal Use Only