________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦.
શ્રીજેનધર્મ પ્રકાશ.
આવી દુઃખદાયક વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ હોય છે તે છતાં પ્રાણી તે વખતે પણ ધર્મકાર્યમાં ઉધમ કરતો નથી. પુત્ર પરિવારાદિકને તપસ્યા વિગેરે શુભ કાર્યોમાં તેમજ શુભ માર્ગે દ્રવ્ય વ્યય કરવામાં ઊદ્યમ કરતા દેખે છે તે
તેષ માનવાને બદલે ઉલટો મનમાં દુહવાય છે. પુત્રાદિક કરતાં પિતાને વિશેષ જીંદગાની ગાળવી સુઝતી હાયની તેવું જણાવે છે. આખી જિંદગાની
માં કરેલાં આરંભાદિકના નિવારણ માટે આ અવસ્થામાં પ્રયાસ કરે તો બાજુ ઉપર રહે પરંતુ ઉલટાં નવીન આરંભાદિક કારણો જોડીને પાપકર્મ બાંધે છે તેમજ એવા પાપકારી કાર્યોની પાછળ શ્રેણી ચાલ્યા કરે એવું કરે છે. લાખો રૂપીઆની મીલકત હોય છે તો તેમાંથી પાંચ સાત પુત્રોના ભાગ પાડવાની ગોઠવણ કરે છે પરંતુ એક ભાગ પિતાનો કાઢીને તેને ધર્મકાર્યમાં ઉપયોગ કરવાની ગોઠવણ કરતા નથી. પોતાના મૃત્યુની પાછળ જે કે “આપ મુએ સારી ડુબ ગઈ દુનીઆ' એ પ્રમાણે છે તોપણ પાછળ
સ્ત્રી પુત્રાદિક લડે નહીં, તકરાર થાય નહીં, વાધો પડે નહીં, એવી તજવિજ કરવાને માટે અંત સમય પર્યત પ્રયત્ન કરે છે પરંતુ પોતાના પર ભવમાં અનેક પ્રકારના દુ:ખ સહન કરવા ન પડે તેને માટે બીલકુલ પ્રયત્ન કરતા નથી. પિતે તેમજ સ્વજન વર્ગ સર્વે જાણે છે કે હવે આ છેલી પથારીમાંથી “ડોસાળ” ઉઠવાના નથી તો પણ અભક્ષ ભક્ષણ તથા રાત્રી ભેજનાદિક અનેક કારણો સેવીને પણ શરીરનો ઉપચાર કરવામાં તત્પર રહે છે. મધમાં ઔષધ વાપરે છે. આદુના રસમાં ઔષધ લે છે, રાત્રી છતાં શક્તિ માટે કાંજી વિગેરે પદાર્થોનું ભોજન કરે છે અને કઈ રીતે સાજા - વાય તેવું ચાહે છે પરંતુ પરભવમાં આવી પડનારા વ્યાધીના નિવારણ માટે બીલકુલ ઉપચાર કરતા નથી. પાછળ રહેનારા પુત્ર કળત્રાદિકને માટે (મૃત્યુ ૫ત્ર) કરે છે પરંતુ પરભવ સંબંધી વીલ ( પતાના પુન્ય પાપના હિસાબ) કરતા નથી કે જેથી પિતાના પાપનો પસ્તાવો કરવાનો વખત મળે અને તેને ના નિવારણ માટે બનતા ઉપાયે લઈ શકાય. ટુંકામાં એટલું જ કે આ• ખી જીંદગાનીની વાત તો બાજુ ઉપર રહી પરંતુ છેલ્લી ઘડીએ પણ પતાના કર્તવ્ય કર્મને વિચાર કરતા નથી તો પછી તેની ગતિ આશ્રી શુ વિચાર કરે? એટલો જ વિચાર કે તે તેને સદ્ગતિની અપેક્ષા નથી અથવા તો એ વાતનો તેણે વિચારજ કરેલો નથી કે પરભવમાં કયાં જવું પડશે અને શું થશે ?
હવે મનુષ્યજન્મ પામીને વાંચ્છીત સુખની ઇચ્છાવાળાએ કેવી રીતે તેને મેળવવું તે બાબતમાં શ્રી સિંદુર પ્રકરણમાં કહ્યું છે કે – અપૂર્ણ.
For Private And Personal Use Only