________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબોધસત્તરી. તે સધળા કાર્યમાં ફરતાં ફરતાં, ઉઠતા બેસતાં જમીન વિગેરે પ્રમાજવાનો ઉપયોગ રાખતા નથી, વાંદણાં દેતાં સંડાસા પડિલેહવાનો ઉપયોગ હોતો નથી તો વાંદણાની પડીલેહણ તો પૂરી શેનીજ કરે ! આ બાબતમાં એમ સમજવાની જરૂર છે કે ચરવળા વિના શરીર, વસ્ત્ર, ઉપગરણ, ભૂમિ વિગેરે પ્રમાવાનું બની શકતું નથી અને મુનિવત જયણે પળી શક્તી નથી તે ચરવળો હોવાથી બની શકે છે માટે તેમાં સાવધાન થવું. મુહપતીની જરૂરીઆતના કારણે પણ સમજવા અને બોલવાને વખતે મુખ પાસે મુહપતી રાખીને જ શબ્દોચ્ચાર કરવો. આ સઘળી બાબતોનો સમાવેશ જયણના પટામાં થઈ જાય છે.
પસહ–સામાયકને માટે જેમ બે ઘડીનું કાળ પ્રમાણ છે તેમ પિઘધનું ૧ર કલાક ( ૧૫ મુહુર્ત અથવા ત્રીશ ઘડી) નું તેમજ તેથી બમછું પ્રમાણ છે તે પિસહ અહોરાત્ર (રાત્ર અને દિવસ) નો કહેવાય છે. સામાયિકના કાળ માત્ર બે ઘડીનેજ હોવાથી તેમાં તો માત્ર સઝાયધ્યાન કે પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે પરંતુ પિસહમાં તો આખો દિવસ રહેવાનું હોવાથી શરીર સંબંધી ખાવાની, પીવાની, બેસવાની, ઉઠવાની, શયન કરવાની, લઘુનિતિ વડીનિતિ કરવાની વિગેરે અનેક ક્રિયાઓ કરવી પડે છે તેથી તે સઘળી ક્રિયાઓમાં જયણા પાળવાની જરૂર છે. પિોસહ લે તે મુનિપણાનો નમુનો છે તેથી જેમ માલના જથ્થામાં નમુનો વધારે સુંદર હોય છે તેમ એક દિવસના ચારિત્રરૂપ પોસહમાં મુનિ મહારાજ જેઓ યાવાજજીવિત ચારિત્રના પાળનારા છે તેના કરતાં વિશેષ પ્રકારે પ્રતિક્રમણ, દેવવંદન, પડિલેહણ વિગેરે ક્રિયાઓમાં સાવધાન રહેવું જોઈએ અને જયણ રહીત કઈ પણ કાર્ય કરવું ન જોઈએ.
પ્રતિક્રમણમાં જયણ પાળવા સંબંધી બીનાનો સમાવેશ સામાયકના પેટામાં થયેલો છે.
તીર્થયાત્રા–શ્રાવકે ઘરે રહ્યા થકા પણ દરેક કાર્યમાં જય પાળવાની છે તો તીર્થયાત્રામાં તો વિશેષ પ્રકારે પાળવી જ જોઈએ. જોકે કેટલાક યાત્રાળુઓને માટે એથી વિપરિતપણું જોવામાં આવે છે પરંતુ એ તેઓની મોટી ભૂલ છે. ઘરે રહીને તપસ્યા કરનાર તીર્થ સ્થાનકે વિશેષ તપસ્યા કરવી જોઈએ. ઘરે રહીને બાર તિથિ લીલોતરી ન ખાનાર તીર્થ યાત્રામાં
For Private And Personal Use Only