________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ, જ કાંઈક હસીને બેલ્યા કદાપિ પ્રાપ્ત થાય તે તું શું કરે ? ત્યારે વંધર બોલ્યો “હે સ્વામિન અર્ધ દ્રવ્ય આપું.” ગુરૂ મહારાજએ તકાળ તેને ઘરે જઈને કોઈ પ્રયોગ વડે તરત જ સર્વ દ્રવ્ય પ્રગટ કરી આપ્યું. સર્વધરે તરતજ તેના બે ભાગ કરયા અને ગુરૂ મહારાજને કહ્યું કે સ્વામિન અર્ધ દ્રવ્ય ગ્રહણ કરે. ગુરૂએ કહ્યું હે સર્વધર! એ કરીને અમારે કાંઈ પણ પ્રયોજન નથી. એ પ્રકારનું દ્રવ્ય તે છતું ત્યાગ કરીને અમે નીકળ્યા છીએ. ત્યારે વિપ્ર બેલ્યો કે જે તેમ હતું તો તમે અર્ધ દ્રવ્ય કેમ માગ્યું ?” ગુરૂ બોલ્યા હે વિપ્ર ! ગૃહના સારનું અર્ધ આપ.” તેણે કહ્યું “મારા ઘરમાં આ શિવાય બીજું સાર ભૂત શું છે ? ગુરૂએ કહ્યું “તારે સારભૂત એવા બે પુત્ર છે તેમાંથી એક આપ” આ પ્રમાણે સાંભળી ને સર્વધર પુરોહિત વિવાદ પામ્યો છતો મૌન ધારણ કરતો હ. ગુરૂ મહારાજ પણ અન્યત્ર વિહાર કરી જતા હવા.
હવે તે વિપ્ર ગુરૂ મહારાજાના ઉપગારને સ્મરણ કરતો હતો તેનો પ્ર. ત્યુપગાર ન કરી શકવાથી શલ્ય પીડિતની પેઠે કેટલોક કાળ નિર્ગમાવ તો હ. અનુક્રમે એકદા તેને મરણાંત વ્યાધિ આવ્યો તે પ્રસંગે તેના પુ એ અત્યાવસ્થાને યોગ્ય ધર્મક્રિયા કરીને પિતાના પિતાને કોઈ પ્રકારના મનના દુઃખે દુઃખિત જાણીને પુછ્યું. “હે તાત, તમારા ચિત્તમાં જે હોય તે કહો.” ત્યારે પિતાએ સર્વ વૃત્તાંત પ્રથમને નિવેદન કરીને કહ્યું. કહે પુત્ર, તમારા બેમાંથી એક જણે ચારિત્ર ગ્રહણ કરીને મને અનુણી કરો” આ વચન સાંભળીને ધનપાળ તો ભય પામ્યા હોય તેમ નીચું જોઈને મૈન રહ્યા એટલે શુંભન બોલ્યો “હે પિતા! હું દિક્ષા ગ્રહણ કરીને તમને અનૃણી કરીશ તમારા દિલમાં તમે આનંદ ધારણ કરો.” આ પ્રમાણેના પુત્ર વચન સાંભળીને નિશ્ચિત થયા પછી સર્વધર પુરહિત પંચ ત્વ પામે. તેની મૃતક્રિયા કરીને શોભને શ્રી વર્ધમાન સૂરિના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિની પાસે દિક્ષા ગ્રહણ કરી. ધનપાળ તે દિવસથી રૂટમાન થયો સતો જૈન ધર્મનો દ્રષિી બની ગયે. અને અવંતીને વિષે સાધુ મુનીરાજને વિહાર પણ બંધ કરાવ્યો.
અવંતી નગરી સંઘે મળીને શ્રીગુરૂ મહારાજની સમીપે પત્ર લખીને નિવેદન કર્યું કે—હે સ્વામિન ! કદાપિ શેભનને દીક્ષા આપી હોત તો મક ન થઈ જા; કારણ કે કરે છે : ' ની ઉપમા છે. એ
For Private And Personal Use Only