________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી જનધી પ્રકાશ, રથાપન કર્યું છે? આ લેખ ધણ માં મોજુદ છે છતાં પણ. ધાને પુરને આપવામાં ન આવે એવા ખોટા અર્થ કરી દે આથી હોય તેથી વિરૂદ્ધ હકીકત લખવી એ પોતાની મૂઈ પ્રગટ થવાનું કારણુ છે. આચારાદિ ગુણથી બ્રક પણ કહેવાય છે એ વાત કાંઈ લખ્યાથી સિદ્ધ થવાની નથી. દુનીઓ આરાસ છે અને તેથી સર્વ વાત તારી સોના જાણવામાં આવી જાય છે. કવિ દલપતરામે વેનચરિત્રમાં લખેલી લીંટીઓ તથા બીજા ઘણા શેધકોના લખાણ એ વાતની સાક્ષી પુરે છે.
હિંસાથી ગાર્ભિત ધર્મની પરૂપણ કરણહાર, તથા તે ધર્મના ઉપશંભના દેવણહાર, તથા તે કૃત્યમાં પ્રવર્તણહાર તે સર્વ સ્વછંદ કપિત ધમૈનુયાયી છે આવું લખી બડા ધાર્મિક થઈ જવાનો આડંબર ધારણ કર્યો છે પણ શબ્દ માત્રથી ધર્મ ધર્મ પોકારી તેથી વિરૂદ્ધ રસ્તે વર્તવાથી ધામક થઈ જવાતું નથી. કારણ કે તમારા ચોપાનીયાના ૫ મા અંકના પુંઠા ઉપર ખુશખબર એ મથાળા નીચે લખ્યું છે કે “પુજ્ય શ્રી દીપચંદજી સ્વામીએ ઓણ સાલ લીંબડી ચોમાસુ કર્યું. દેશ પરદેશથી ઘણા શ્રાવક મુનિશ્રીને વાંદવા માટે આવતા હતા. હમણા શ્રી માંડવીવાળા દોરી ભગવાનજી નથુભાઈની પવિત્ર પનિ સંતોકબાઈએ સંધ કાઢી મુદ્રામાં લાલજી સ્વામીના, મેરબીમાં જીવણજી સ્વામીના દર્શન કરી લીંબડીએ દીપચંદજી સ્વામીને દર્શન કરી અમુલ્ય લાભ લીધે છે. અહીંથી વઢવાણ કોપમાં સાધુથીના દર્શન કરી શ્રીનગર દેવચંદજી સ્વામીના દર્શન કરવા ગયા છે વિગેરે–' ઉપર પ્રમાણે સંતોકબાઈ વિષે જે હકીકત અને મહિમા તમે લખે છે તે શું વિચારી લખ્યો છે? તમારા મત પ્રમાણે તે એ પ્રમાણે સંતોકબાઈએ સંધ કાઢવાથી મહા પાપ બાંધ્યું છે છતાં તમે તેના તેવા કાર્યની અનુમોદને કરો છો એ પોતે જ પોતાના પગ ઉપર કુવાઓ માર્યા જેવું કરો છે. વળી આશ્ચર્યની વાત છે કે તમારા તે તે સાધુઓ જેઓ દયાનું સ્વરૂપ જાણ્યા વગર દયા દયા પોકારી રહ્યા છે તેણે પણ એ બા* ઈને હિંસાની ક્રિયા કરતા અટકાવી નહીં. આ ઉપરથી અમે તે એમજ સમજીએ છીએ કે એ બાઈએ જે કાર્ય કર્યું તેમાં તમારા સ્વામીએ કાંઈ લાભ જાણે હશે. કારણ કે લાભ જાણ્યા વગર એવી ક્રિયા તેઓ જે કરવા દેતો તે પાપના ભાગીદાર પણ તેઓ થાય.
તેવીજ રીતે તમારા (૧૧) મા અંકમાં દિક્ષા ઓચ્છવ” એ મથાળા નીચે લીંબડી તથા લાકડીયાના ખબર વિસ્તારથી લખ્યા છે. એમાં પણ તમે દિક્ષા લેનારના મહેટા આડંબરથી ચઢાવેલ ફુલેકાં સંબંધી વખાણ લખે છે, અનુમોદના કરો છો વિગેરે ઘણી બાબત લખી છે. વિચારો કે તેવી રીતે ફુલેકા વિગેરે ચડાવવાથી કેટલી હિંસા થઈ હશે? તમે વળી તે
. * જુઓ જૈન ધર્મ પ્રકાશ પુ. ૩ જાનું પૃષ્ટ ૩૭. ? જુઓ પુ. ૨ જા નું પૃટ ૧૦૭.
For Private And Personal Use Only