________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાનમાં આવું તે મને ફાળામાં પૈસા લખાવવા કહે, અને મારે શરમના કારણે કાંઈક લખાવવું પડે, આથી હવે પછી કદિ આ વાત મને કરતી નહી તું, આમ શેઠાણી રેજ હવે એકલા વ્યાખ્યાનમાં ચાલ્યા જતા.
ત્યારબાદ અમુક દિવસ પછી શેઠને ખુશ મિજાજ જોઈ શેઠાણીએ શેઠને નિયમીત પ્રભુ દર્શનની પ્રતિજ્ઞા લેવા કહ્યું, પણ શેઠે તે ના જ પાડી દીધી છતાં શેઠાણીના આગ્રહથી શેઠે નિયમીત પ્રભુદર્શન કરવા જવાની પ્રતિજ્ઞા કરી પણ બપોરે બાર વાગ્યાના સમયે જ! કારણ કે સવારે જાય તો
કલાજથી ચોખા ફળ વગેરે લઈ જવું પડે. આથી બાર વાગે કેઈ ન હોય ત્યારે જવાનું રાખ્યું શેઠણ શેઠને જમવા બેસતા પહેલા યાદ કરાવી આપતા આમ આ નિયમ નિયમીત રીતે પાળવા લાગ્યા.
એક દિવસ શેઠ જમવા બેસી ગયા, શેઠાણીએ ખીચડી પીરસી જ્યાં શેઠ જમવા ગયા ત્યાં નિયમ યાદ આવ્યો આથી તેઓ ઝટપટ ઉભા થયા પણ હાથમાં ખીચડી એંટી ગયેલી આથી તેઓ જે હાથ ધયે તે તેટલા દાણા નકામાં બગડે, આથી ફાટેલા-તૂટેલા કપડાએ પણ સત્તર સાંધાવાળા માંથી એકાદ કટકે કાપી અને હાથ ફરતે બાંધી નિયમ મુજબ દેરાસર દર્શન કરવા ગયા, નિયમ પણ શેઠ અખંડ રીતે પાળતા એક વખત નિયમ લીધા પછી તે પાળવામાં પાછીપાની કદી નહી કરવાની એવી અડગ શ્રદ્ધાપૂર્વક પ્રતિસાનું પાલન કરવું જ જોઈએ.
એમ શેઠ માનતા હવે શેઠની આવી અખંડ પ્રતિજ્ઞાથી શેઠ પર દેવ પ્રસન્ન થયા આથી શેઠને કંઈક માંગવા કહ્યું, પણ શેઠ કેઈની પાસે કશું માંગતા તે નહિ જ આથી તેણે ના કહીં, પરંતુ યક્ષે ખુબ જ આગ્રહ રાખતા શેઠ શેઠાણીને પૂછવા ગયા, શેઠાણું ખુબ જ સમજુ હતી, તેણે શેઠને યક્ષ પાસે સગુણોના મુળ રૂપી “વિનય” ગુણની માંગણી કરવા કહ્યું, શેઠે યક્ષ પાસે આ મહાન ગુણ માંગતા યક્ષ તથાસ્તુ કહી ચાલ્યો ગયે.
હવે શેઠ ઘેર આવ્યા છેડાણીને કહે કાંઈ ખાલી હાથે પરમાત્મા પાસે દેરાસરે જવાતું હશે ! શેઠાણી સમજી ગયા કે આ બધે પ્રભાવ વિનય ગુણને છે, આથી શેઠાણીએ ચેખા ફળ વિગેરે શેડને આપ્યું, શઠ તે લઈ દેરાસરે ગયા.
ત્યારબાદ ઘરે આવી જમવા બેઠા તે શઠણીને કહ્યું એકલી ખીચડી ખવાતી હશે ! તે બજારમાં જઈ સારી સારી વસ્તુઓ લઈ આવ્યા અને જીવનમાં પ્રથમવાર ભરપેટ ભોજન કર્યું.
આ પછી તે વિનયગુણના પ્રતાપથી શેઠનું જીવન તે સાવ બદલાઈ ગયું, ફક્ત એક જ “ટનીંગ પોઈન્ટ” આવી જવાથી તેઓ ધર્મના સાતેય ક્ષેત્રમાં ધન વાપરવા લાગ્યા શેઠ જેમ ધન વાપરવા લાગ્યા તેમ ધનવૃદ્ધિ થવા લાગી આ રીતે શેઠે અનેક સુકૃત કરી સુંદર ધર્મ આરાધના દ્વારા કર્મ નિજા કરી અને પુન્ય ઉપાર્જન કર્યું.
તે આપણે પણ જીવનમાં આવા મહાન વિનયગુણને કેળવીએ અને તે દ્વારા અનેક ગુણેની પ્રાપ્તિ કરીએ, વિનયગુણ દ્વારા સુંદર ધર્મારાધનામય જીવન જીવીને કમને નાશ અને પુન્યની પ્રાપ્તિ કરી પરપરાએ મેક્ષ સુખની મંઝીલે પહોંચીએ તેવી શુભેચ્છા. (લેખન તરીકે આ મારો પ્રથમ જ પ્રયાસ હોય કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમ્ય ગણશો.)
લી. હેતલ
આત્માનંદ-પ્રકાશ
For Private And Personal Use Only