SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલીનચંદ્રભાઈ સાહેબે પ. પૂ. મુનિરાજ શ્રી જ'બૂ વિજયજી મહારાજ સાહેબને જે પત્ર લખેલ છે. તે પત્ર સ પૂણ” રીતે, પ. પૂ. મહારાજ સાહેબની ઇચ્છાથી, શ્રી કુલપતિ સાહેબની ભાવનાને દરેક જૈન સંઘને તેમજ ઉદ્ધાર ભાવનાવાળા શ્રી જૈન શેઠશ્રી એને ખ્યાલ આવે તે માટે નીચે છાપેલ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રાજમહેલ રોડ, પિ. બે, ન', ૨૧ પાટણ-૩૮૪૨૬૫ (ઉ, ગુ.) ન, કુક/ગ્રંથ/૭૯૬૫ /૯૧ તા. ૨૦ -૧૧-૯૧ ટેલાફ્રાન ન’ ૩૪૨ ૭ પૂજ્ય મહારાજશ્રી, તા. ૧૭ મીના મહેસવંમાં હું ન આવી શકવા બદલ ક્ષમા પ્રાથી છું'. એક ઉત્તમ લાભ ગુમાવ્યો. તેને રજ પણ છે, અમારા ડુલસચિવ શ્રી બારડે આપનો સંદેશો કહ્યો. આભાર. આપને જાણીને આનંદ થશે કે ૯ મી શતાબ્દીનાં પ્રસ'ગે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ઉત્તર ગુજરાત યુનિવસિટીને ૯ હેમચંદ્રાચાય ચેર’ આપવામાં આવશે. કમનસીબે તેની વિધિવત મજૂરીમાં અને સ્થાપનામાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ તેને માટે અમારો સબળ પ્રયત્ન ચાલુ છે અને સંભવત: આગામી શૈક્ષણિક વર્ષથી તેની સ્થાપના થાય અને તેને આનશાંગિક સંસકૃત, પ્રાકૃત અને ભારતીય વિદ્યાનો અનુસ્નાતક વિભાગ અત્રે શરુ થઈ શકે તેવા પ્રયત્ન છે. આ વિભાગ શિક્ષણ અને સ્ત્રશાધન અને કાર્ય કરશે, અને સંશોધનના પ્રોજેકટો પણ હાથ ધરશે. આપની માહિતી માટે આ યુનિવર્સિટીના પખવાહિક વૃત્તપત્ર * ઉદીચ્ય ’ ના અ કૅ તથા સંશોધન પત્ર “ આનત ' નો બીજો અંક આ સાથે મેકલુ છું'. આશા છે કે આપને તેમાં રસ પડશે. આપને એ જાણીને પણ આનંદ થશે કે હેમચંદ્રાચાર્ય ચેર મંજૂર થયેલ નથી છતાં તે સિવાય પણ આચાર્ય શ્રીને વર્ષોવર્ષ શ્રદ્ધાંજલિ અપવાનો કાર્યક્રમ યુનિસિટીએ વિચાર્યું છે. આ માટે આ વર્ષે, આવતી કાલે કાર્તિકી પૂર્ણિમાને દિવસે એક ત્રેવડ સમારંભ યોજ્યા છે જેમાં આચાર્ય. શ્રીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, યુનિવસટી પરીક્ષાઓમાં સર્વ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સવાણ ચંદ્રકાનું પ્રદાન થશે અને ‘આનત ” ના બીજા અંકનું વિમોચન થટો, દર વર્ષે યુનિવર્સિટીના આ મહત્વના કાર્યને આચાર્ય શ્રીની પૂણ્ય સ્મૃતિ સાથે જોડીને તેમને યોગ્ય અંજલિ અપાય તેવી ધારણા છે. યુનિવર્સિટીની વિદ્યાકીય પ્રવૃત્તિએામ આ સૌથી ૨૫ગત્યનો પ્રસંગ છે અને માત્ર પાટણ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના ભૂષણ એવા આચાર્ય શ્રીની રકૃતિ સાથે એને જોડવાનું ઉચિત જ લાગે છે, ( અનુસંધાન ટાઈટલ પેજ ૪ ઉપર ) For Private And Personal Use Only
SR No.531995
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages25
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy