________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરની જીવન યાત્રા
(આશાવરી) મહાવીર તે જનમી જગમાં, માનવતાને જગાડી; હિંસા દાવાનળ બુઝાવ્ય, અહિંસા ધર્મ પમાડી. ૧ મહાવીર તારી માતૃ ભક્તિએ, અનુપમ પાઠ ભણાવ્યા; ત્રિશલા કુક્ષીએ માતૃ સનેહના, મુલ્યાંકન પિછાણ્યા. ૨ મહાવીર તારી બાળ લીલાઓ, વીરત્વતા દેખાડી; રમત કરતા દેવ હરાવ્ય, મુષ્ટિ પ્રહાર ચખાડી. ૩ મહાવીર તે તે ભ્રાતૃ સ્નેહની, સૌરભ દિલ પ્રસરાવી; યશોદા પતિ થઈ ગૃહસ્થ જીવનની, ઝાંખી જગને કરાવી. ૪ મહાવીર તે તે ત્રીશમાં વરસે, વિરક્ત ભાવ જગાવી; દાનધર્મની ભવ્ય પ્રણાલી, વરસીદાન વરસાવી. ૫ મહાવીર તે તે સાધના પથે, રાજ્ય સુખને ત્યાગ્યા; વસ્ત્રાભૂષણ સ્ત્રિયાકિના, સ્નેહ પાશને તેડ્યા. ૬ મહાવીર તારી આત્મસાધના, સંયમ તપથી શોભે વર્ષ સાડાબાર તપસ્યા, મૌનથી તત્વને શોધે. ૭ મહાવીર તારા ભિનિષ્કમણમાં, કંટક કષ્ટ છવાયા સમતાભાવે કર્મ નિજર, આતમ જ્યોત જગાયા. ૮ મહાવીર તારા કર્ણ પટકમાં, ખીજાઈ ખીલા બેસ્યા; ગેવાળાએ અજ્ઞાનતાથી, કારમા કષ્ટ આપ્યા. ૯ મહાવીર તારા પાદ કમળમા, અગ્નિથી ક્ષીર રંધાણી; સહનશીલતા ધીર વીરતા, સમભાવે સંધાણી. ૧૦ મહાવીર તારી નિષ્કામ કરુણ, ચંડકૌશિક બુઝાવ્યા; અનાર્ય ભૂમિમાં વિચરીને, કર્મ કિલિષ્ટ ખપાવ્યા. ૧૧ મહાવીર તારા કર્મ બંધને, શિથીલ થઈને છૂટ્યા; કેવળજ્ઞાનની તિ પ્રગટી, દેવદુભી વાગ્યા. ૧૨ મહાવીર મુખથી વાણી પ્રગટી, ભવ્ય જીને બોધ્યા; સંઘ ચતુર્થની સ્થાપના કરીને, શાસન કીલા બાંધ્યા. ૧૩ મહાવીર તારી આગમ વાણી, શાસ્ત્ર વિષે સચવાણી; પરંપરાગત જ્ઞાન સરિતા, વીર પાટે વંચાણી. ૧૪ મહાવીર તારી મૂક્તિને દિપ, આશ્વિન વદિ અમાસે; તેર વર્ષની જીવન યાત્રા, અમર રચી ઉલ્લાસે. ૧૫
રચયિતા અમરચંદ માવજી શાહ
[આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only