________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
મ
ન ધર્મ પ્રકાર.
[ જેઠ
મનમાં એક જાતના વિચાર ચાલતા હોય, મોઢે બીજી ભાષા બોલાતી હોય અને કાર્ય ત્રીજું જ ચાલતું હોય તેની ફલનિપત્તિ શું થવાની ? અર્થાત કાંઈ નહીં. આપણી દરેક ધર્મક્રિયામાં એવો જ અનુભવ આપણને મળે છે, એ વસ્તુ આપણે ભૂલવી જોઈએ નહિ.
કેવળ કીતિના બે બાથ આડંબર અને ભપકે કરી ધર્મધુરંધરને ઈલકાબ ધારણ કરી અન્યચિતે લેકવિરુદ્ધ અનેક ધૃણાસ્પદ કાર્યો કરનારાઓ શું ફળ મેળવી શકતા હશે ? એ વિચારણીય વસ્તુ છે. ધર્મક્રિયાઓ અને ધર્મના અનુષ્ઠાન લેકેમાં વાહવાહ બેલાવવા પૂરતા જ હોય એવી અનુચિત કલ્પના પણ કાઈ કરી ન શકે. ધર્મ ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ મનના આંદોલનો સુધારવાને જ હોઈ શકે. મનની સુધારણા કરવાનું કાર્ય ક્રિયાથી સધાતું હોય તે જ ધર્મક્રિયાને હેતુ સફળ થયો ગણાય. અન્યથા ધર્મક્રિયા કેવળ દેહદંડરૂપ જ નિવડવાની, ધર્મક્રિયા એ વસ્તુ ખુદ ધર્મરૂપ નથી ૫ણ ધર્મને સાધનરૂપ એ વસ્તુ છે ! મનના આંદોલનો આત્મતિને સુસંવાદી થઈ એકેક પગલું આગળ વધવા માટે ઉપયોગી નિવડે તે જ આપણે યત્કિંચિત ધર્મ સાધના થઈ એમ ગણાય. એમ ન થતું હેય અને અનુષ્ઠાન પહેલાં આપણે જે ભૂમિકા ઉપર હતા ત્યાં જ અટકી જતા હોઈએ તે આપણું એ અનુષ્ઠાન કેવળ કષ્ટક્રિયા જ થવાની ! ઉલટાની દેશના સહભાગી આપણે થઈ ગયા હોઈએ એવો સંભવ ઉત્પન્ન થવાને.
આપણે શ્રાવક સૂત્રને મોઢ ઉચ્ચાર કરતા હોઈએ ત્યારે તેમાં દર્શાવેલ દરેક દોષ પર આપણે પિતાને કયાં સુધી સંબંધ આવે છે, આપણે પિતે એ દેશમાં કેટલા સંડોવાએલા છીએ એને વિચાર ઉત્પન્ન થવો જોઈએ અને મનમાં ધ્રુજારી છૂટવી જોઈએ. આપણું પશ્ચાત્તાપને વેગ વધવો જોઈએ. જે પ્રાર્થના સંબંધમાં આપણી ભૂલ થએલી હેય તેના પ્રત્યે અશ્રુભર્યા નયને નત મસ્તક થઈ ક્ષમાની યાચના મનમાં વધી જવી જોઈએ અને ફરી એવી ભૂલ ન થાય એ માટે સાવચેતી જાગવી જોઈએ. મતલબ કે મનના પ્રદેશ ઉપર ભારે આંદોલન થવા જોઈએ. દ્રથમનથી લગાડી ભાવમન સુધીના પ્રદેશ કરુણ ભાવથી રંગાઈ ગયે હવે જોઈએ. મનના ભાવ જ બદલાઈ ગએલા હોય એટલે એનું પરિણામ દરછા, વાસના કે સામાન્ય વિચારો ઉપર પડે અને સ્થૂલ શરીરમાં તેના પડઘા પડ્યા વગર રહે જ નહીં. માનવને સુધારવાને એટલું જ નહીં પણ માનવને માનવપણું આપવાને ધર્મશાસ્ત્રકારોએ એ સીધે જ માર્ગ શોધી કાઢે છે. એને આપણે ધર્મ જેવા પવિત્ર નામે ઓળખીએ. ધર્મ-સાધનાનો એવે માર્ગ આપણે અનુસરતા શીખીએ.
સારાંશ ધર્મક્રિયા સફળ થવાને મુખ્ય અર્થ આપણી મનોભૂમિકા ઉપર કેવું આદેલન થાય છે તે ઉપરથી જાણવાને હોય છે. મને ભૂમિકા ઉપર કોઈ પણ જાતનું આદોલન થયું જ ન હોય તે બધું છાર ઉપર લીપણું જ સમજી લેવાનું !
એવી રીતે મને ભૂમિકા ઉપર શુભ પરિણામે લાવવા માટે પહેલી શરત એ છે કેતે માટેના સૂત્ર અર્થ, સંહિતા શબ્દના આરોહ અવરોહ અને તેનું અંતરંગ અને હેત એ બધું સાધકે સમજી લેવાની જરૂર છે. એ સમજી લેવાથી દરેક શબ્દના ઉચ્ચાર સાથે
For Private And Personal Use Only