________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ને ]
વિરહિણી. ગાંડે હોય તે પણ સંસારથી છૂટે છે. જેવી રીતે બત્તી(વાટ) દીવાને અડવાથી પિતે દીવો થાય છે તેમ જ્ઞાની સિદ્ધસ્વરૂપની આરાધનાવડે સિદ્ધપણું પામે છે. જેવી રીતે વૃક્ષમાં પિતાની જ ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટ થાય છે, તેવી રીતે આત્મા પણ પરમાત્મભાવમાં જોડાઈને સિદ્ધ થઈ જાય છે.
જેવી રીતે સ્વપ્નમાં કેઇએ પિતાનું મરણ જોયું તેથી પિોતે કાંઈ મરી ગયો નથી, તેવી જ રીતે જાગતાં પણ પિતાનું મરણ બાંતિથી જીવ માને છે. આત્માને તે નાશ થત જ નથી. જે પર્યાય કે દેહ ઉત્પન્ન થયો છે, તે નાશ પામ્યા વિના રહેવાને નથી,
હે જ્ઞાની જન ! સુખ અવસ્થામાં ભાવેલું મેદાન દુઃખ આવતાં છૂટી જશે, તેથી દુઃખ અવસ્થામાં રેડ, પરિષહ આદિ અવસ્થામાં જ આત્મજ્ઞાનને દઢ અભ્યાસ કરે. એ પ્રકારે ચિંતવનના પ્રભાવથી દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે બહિરાત્મ બુદ્ધિ તેને છોડીને અને આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિરૂ૫ અંતરાત્મા થઈને પરમાત્મા થવાને પુરુષાર્થ કરો.
પિતાને કે પરને પુય પાપના ઉદયના તરંગ દેખીને સમભાવ ધારણ કરો. હર્ષ શેક ન કરે. કર્મના ઉદયની લહેર સમય સમયમાં જુદી હોય છે. કર્મના ઉદયને પિતાના સ્વભાવથી ભિન્ન જાણી, જીવ અને પુદગલની ભિન્ન ભિન્ન રચના તથા સંયોગ-વિયોગાદિ દેખી રાગદ્વેષરહિત પરમ સામ્યભાવ ધારણ કરે. તેથી પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા થશે, નવા કર્મ નહિ બંધાય.
વિરહિણી.
હું તે જાણું મેરલિયાના સાત રે,
કે મીઠલડે ટહુકાર રે; હે હેન! મને એમ સાંભરે.
કે પલપલે, હે બહેન ! હું તે શું સરવરીયાની પાળ રે,
કે આંબલિયાની ડાળ રે; હે બહેનો મને નેમ સાંભરે.
કે હૈયું પ્રજળે, હે બહેન! હું તે ચાલું ચાંદલિયાની સાથ રે,
કે અજવાળી રાત રે;
હે હેન! મને નેમ સાંભરે.
કે આંસુ ઢળે, હે બહેન ! તે ઊડું પવનની પાંખ રે,
કે અનંતની સાથ રે; હો બહેન ! મને એમ સાંભરે.
દુઃખડાં છળે, હે બહેન! હું તે ચહું ગિરનારની ધાર રે.
કે સહસાવનની છાંય રે; બહેન ! મને નેમ સાંભરે.
કે સ્વામી મળે, હે હેન ! – પન્નાલાલ જ મસાલીઆ.
For Private And Personal Use Only