________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજના સંસારી પિતાનું નામ શ્રી ભોગીલાલ અને દાદાનું નામ શ્રી મેહનલાલ. તેમનું મૂળ વતન બહુચરાજી (ગુજરાત) પાસેનું નાનું ગામ દેથળી. પણ કુટુંબ વિશાળ હોવાના કારણે શેઠશ્રી મેહનલાલ, માંડલ ખાતે બીજી દુકાન હોવાથી ત્યાં રહેતા અને તેમને લગ્ન સંબંધ પણ માંડલ ખાતે જ
હીબેન ડામરશી સાથે થયેલ. ડાહીબેનમાં ધાર્મિક સંસ્કારો ઊંચી કોટિના હતા અને તેને વાર શ્રી ભેગીલાલભાઈને સારી રીતે મળે.
શ્રી ભોગીલાલભાઈ સત્તર વર્ષની વયે માંડલ છોડી પિતાના મૂળ વતન દેથળી ગયા અને ત્યાં બે વર્ષ રહી પછી અમદાવાદ ગયા અને અમદાવાદમાં ધંધો વિકસાવ્ય, વેપારમાં સારી પ્રતિષ્ઠા જમાવી. તેમનાં પત્ની શ્રી મણીબાઈ પણ સદગણી અને ધાર્મિક વૃત્તિનાં હતાં. સત્તાવીશમાં વર્ષે સં. ૧૯૭૮માં શ્રી ભોગીલાલભાઈને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ જે હાલ “મુનિરાજશ્રી જખ્રવિજયજી મહારાજ ના નામથી સુપ્રસિદ્ધ છે.
શ્રી ભેગીલાલભાઈમાં નાનપણથી ધાર્મિક સંસ્કારે પ્રબળ હતા. સર્વ પ્રકારની સાધન સંપન્નતા, અનુકૂળ વાતાવરણ, અન્ય પણ સુંદર સુવિધાઓ હોવા છતાં તેમનું મન સંસારમાં ચુંટયું નહીં અને વૈરાગ્ય તરફ મનને ઝેક વળતો રહ્યો. છેવટે સાડત્રીશ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮માં અમદાવાદમાં પૂ. આ.શ્રી સિદ્ધિસૂરિજી (દાદા)ના શિષ્ય પૂ. આ.શ્રી મેઘસૂરિજીના વરદહસ્તે દીક્ષા લીધી અને મુનિશ્રી ભુવનવિજયજી નામથી પ્રસિદ્ધ થયા. સંયમી જીવનમાં નિરતિચારપણે ચારિત્ર પાલન કરતાં કર્મ ગ્રંથ અને આગમ સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો અને અલ્પ સમયમાં જ “શાસ્ત્રજ્ઞાતા” તરીકે નામના મેળવી. વિવિધ દર્શને સંબંધી પણ તેઓશ્રીનું જ્ઞાન સૌને આકર્ષી લેતું.
સં. ૧૯૩માં પંદર વર્ષની ઉંમરે પૂ. શ્રી ભુવનવિજ્યજી પાસે તેમના એકના એક સંસારી પુત્રે પરમ ભાગવતી દીક્ષા સ્વીકારી અને તે જ મુનિ શ્રી જંબૂવિજયજી.
મુનિરાજશ્રી જંબૂવિજયજી તીવ્ર બુદ્ધિવાળા હોવાથી તેમને ઘડવા માટે પૂ. મહારાજશ્રી ભુવનવિજયજીએ પૂર પ્રયાસ કર્યો. કમાઉ પુત્રને કયો પિતા નેહથી ન નવરાવે ? તેમજ તેજસ્વી શિષ્યથી કર્યો ગુરુ હક ન પામે? તેમાંય મુનિ શ્રી જબૂવિજયજી તે સંસારીપણાના પુત્ર; લેહીને સંબંધ. કુશળ શિલ્પી મનહર મૂર્તિ બનાવવા માટે વર્ષોને પરિશ્રમ સેવે અને પિતાની સર્વ શક્તિને વ્યય કરે તેમ મુનિશ્રી જંબૂવિજયજી માટે સ્વ. ગુરુદેવ ભુવનવિજયજીએ અહર્નિશ પ્રેમભાવે અવિરત પ્રયત્ન કર્યો અને આજે મહાન ચિંતક, દર્શનકાર તેમજ નૈયાયિક તરીકે મુનિશ્રી જંબૂવિજયજીનું નામ વિદ્વાનગણમાં મોખરે છે અને ન્યાયશાસ્ત્રમાં દેશપરદેશના વિદ્વાનનું પૂછવા ઠેકાણું બની રહ્યા છે.
આ ગુરુ-શિષ્યની જોડલીને કઈ દુર્લભ તેમજ ઉપયોગી ગ્રંથનું સંપાદન કરવાની ઈચ્છા થઈ અને તેમણે પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક અને અનેક ગ્રંથોના સંશોધક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની સલાહ લીધી. મલવાદી પ્રણીત “ દ્વાદશાશં નયચક્રમ’નું મળે તે મળતું જ નથી પણ તેની ઉપર આચાર્યશ્રી સિંહસૂરિ ક્ષમાશ્રમણે
૧૫૦
આત્માન પ્રકાશ
For Private And Personal Use Only