SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . આ મહોત્સવ ભાવનગરના ગૌરવને અનુરૂપ ઉજવાય તે માટે સભાના સભ્ય અને અન્ય અગ્રગરય . સગ્રન્થની એક મિટિંગ સભાન લાયબ્રેરી હોલમાં તા. ૧૮-૧૨-૬૬ના રોજ રાખવામાં આવેલ હતી. આ પ્રસંગે સદગૃહસ્થો અને સભ્યોએ સારી સંખ્યામાં હાજર રહી મણિમહત્સવ માટે સારો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ મિટિંગનું પ્રમુખસ્થાન આ સભાને માનવંતા પેટ્રન શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ શાહ સ્વીકાર્યું હતું. અને આ સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે સભાને ઈતિહાસ અને મણિમહત્સવની રૂપરેખા વિસ્તારથી રજૂ કરી હતી. સૌ ભાઈઓએ મહોત્સવની સફળતા માટે પિતાનાથી બનતો સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી અને મહાસવની કાર્યવાહી આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મણિ-મહોત્સવ કાર્યવાહક સમિતિની પ્રથમ બેઠક તા. ૧-૧-૬૭ રવિવારે શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ શાહના પ્રમુખપણ નીચે મળતા સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહ મહોત્સવની કાર્યવાહી અને મહત્તવની હકીકત રજૂ કરી હતી. અને મહેસવનું કાર્ય આગળ ધપાવવા માટે જાદાં જુદાં કાર્યો માટે (૧) ફુડ-કમિટિ (૨) સાહિત્ય પ્રદર્શન કમિટિ (૩) પ્રકાશન-પ્રચાર કમિટિ (૪) સમારંભ કમિટિ વગેરે પેટા કમિટિઓ નિયુક્ત કરવામાં આવી હતી. દરેક કમિટિએ પિત–પિતાનું કાર્ય ઉત્સાહપૂર્વક શરૂ કરેલ છે. અને અમને આનંદ થાય છે કે સૌને તેને સારો સહકાર મળી રહ્યો છે. ....શ્રી આત્માનંદ પ્રકાશ (માસિક) . " શ્રી આત્માનંદ પ્રકાશ માસિક ૬૪ વર્ષથી નિયમિત આ સભા તરફથી પ્રગટ થાય છે તેમાં નૈતિક, ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક વગેરે અનેક વિષયના વિદ્વાન લેખકેના સુંદર લેખે દર માસે આવે છે જે વાંચવા અને મનન કરવા જેવા હોય છે. હજુ સુધી છાપકામની વધતી જતી સખ્ત મેઘવારી છતાં ખર્ચની દરકાર ન કરતા ઊચ્ચ કેટિનું સાહિત્ય પૂરું પાડવા ખાસ લક્ષ આપવામાં આવે છે. શ્રી આત્માનંદ પ્રકાશ માસિકને જૈન સમાજ, લાઈબ્રેરીઓ વિદ્યાલય, ગૃહસ્થ વગેરે છૂટથી લાભ લઈ શકે તે માટે તેનું વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૫-૦ (પેસ્ટેજ સહિત) રાખવામાં આવેલ છે, જેથી આપશ્રી આ માસિકના ગ્રાહક ન હૈ તો પહેલી તકે આપનું નામ ગ્રાહકની શ્રેણીમાં નોંધાવી જ્ઞાનભક્તિમાં પણ આ રીતે આપને હિસ્સો આપશે, એવી આશા રાખીએ છીએ અને આપના સનેહી, સંબંધીઓ, આપના હસ્તકની સંસ્થાઓ વગેરેને આ માસિકના ગ્રાહક થવા યોગ્ય પ્રેરણું કરશે એવી નમ્ર વિનંતિ પણ કરીએ છીએ, આ માસિક સભાના મુરબ્બી (પેન) તથા આજીવન સભ્ય (લાઈફ મેમ્બર)ને ભેટ મળે છે. For Private And Personal Use Only
SR No.531731
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy