SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન આગમ બૃહતકલ્પસૂત્ર અને વસુદેવ હિંડી કથા-ઈતિહાસ સાહિત્ય સંબંધી પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજય મહારાજ ઉપર પાધિમાત્ય આ વિદ્વાનોએ લખેલા પત્રનો અનુવાદ ડે. વાઘેર શુલ્કીંગના અંગ્રેજીમાં લખાયેલ પત્રને અનુવાદ, હેબુગ: તા. ૧૨ નવેમ્બર. ૫a. પ્રિય સુહૃદ, આપના પત્રની સાથે બહ૯૯૫ના છઠ્ઠા ભાગની પહેચ સ્વીકારતાં હું આપને હાર્દિક આભાર માનું છું. ભાષ્ય અને ટીકાને આટલી પૂર્ણ રીતે સંપાદિત તેમજ શબ્દસૂચીઓથી યુક્ત કરવાનું મહાન કાર્ય પાર પાડવા બદલ હું આપને અભિનંદન આપવા ચાહું છું. સંભવ છે કે આ છ ભાગ પછી કેઈક દિવસ ક૯૫ચૂર્ણ પ્રગટ કરવામાં આવે. આપે અને સ્વર્ગસ્થ મુનિશ્રી ચતુરવિજયજીએ કર્યા છે એવાં સંપાદન. અત્યાર લગી કેટલેક અંશે ઉપેક્ષિત એવા જૈન સાહિત્યના ક્ષેત્રના અભ્યાસને નવી પ્રેરણા આપશે, સદભાગ્યે થોડા સમય પહેલાં ત્રણ ચૂઓ છપાઈ છે; અને એમાંની એકના આધારે અત્યારે અમે દશવૈકાલિક-નિયુક્તિનું અધ્યયન કરી રહ્યા છીએ. મારા મિત્ર છે. આસડેફે કદાચ માપને કહ્યું હશે કે-જેસલમેરના ભંડારમાંથી મળી આવેલ બીજી અને વધુ પ્રાચીન ચૂર્ણ મુદ્રિતરૂપે પ્રગટ થાય એની અમે આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. અત્યારે તે, ડે. આસડકે લીધેલ ( એ ચુર્થીના ) ફટાનું નિરીક્ષણ કરતાં એટલું તે લાગે છે કે છપાયેલ ચૂર્ણ કરતાં આ ચૂર્ણમાં, બધે સ્થળે નહીં તે પણ ઘણેખરે સ્થળે, શબ્દરચનામાં ફેર છે, અને છતાં તાત્વિક ઉપદેશ બનેમાં એક સરખે છે. મારા જાણવામાં આવ્યું છે કે-હવે અંગવિજા છપાવું' શરૂ થવાનું છે. નવી દીલ્હીમાં તાજેતરમાં પ્રાકત ટેસ્ટ સોસાયટીએ મને સૂચવેલ એ કાર્યને સંપાદનની પાછળ આપની વિદત્તા અને શક્તિ રહેલી છે, એમ હું માની લઉં તે એમાં હું સાચા ઠરીશ એવી મને આશા છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાર રસદાયક કાર્ય તરીકે મારી જાતે મેં અંગવિજજાનું કામ હાથ ધરવા પ્રયત્ન કર્યો હતો, પણ કેટલાક કારણોસર મારે મારા પ્રયત્ન પડતું મૂક પડ્યો હતો. મેં હમણાં જ સેસાયટીને પત્ર લખ્યો છે: અને કેટલાક સૂચનોવાળો મારો એ પત્ર કદાચ આપને બતાવે ખરા. જે અહીં ખૂબ સુપરિચિત છે તે આપની અખલિત સાહિત્ય-પ્રવૃત્તિ માટે મારે આપને મારી શુભેચ્છાઓ જણાવવાની રહે છે. મારી જાત માટે તે ઉપર્યુક્ત અધ્યયન, નિયુક્તિઓ અને ચૂર્ગીઓ સંબંધી એક નિબંધરૂપે પરિણમશે એવી મને ઉમેદ છે; અને બીજા લેખે પણ હું તૈયાર કરી રહ્યો છું. જો કે હું “નિવૃત” છું, મારે સમય મર્યાદિત છે; અને એ બધા કાર્યનું મારે યોગ્ય રીતે વિભાજન કરવાની કોશિશ કરવી જોઈએ. પ્રિય સુહંદ, હું છું આપને સહૃદયી, વાધેર શુછીંગ. ડો. આસડેફેના સંસ્કૃતમાં લખાયેલ પત્રને અનુવાદ "હંબુમાં તા. ૬-૧-૧૫૩ “अहिंसा परमो धर्मों, जनं जयति शासनम् " પરમપૂજ્ય, પંડિતવર્ય, જેનાગમ પારંગત, શ્રી પુણ્યવિજય મુનિ મહારાજને, ચરણકમળના વંદનપૂર્વક, સાદર સવિનય જણાવવાનું કે આપે અમદાવાદ શહેરથી શ્રાવણી પૂર્ણિમાએ લખેલ પત્ર મળે; કુશળ સમાચારથી મન આનંદિતા થયું. અહીં હું પણ કુશળપૂર્વક સ્વાસ્થ અનુભવું છું. " જેન” પત્રમાંથી ઉધૂત, G[ ૯૪ ]e For Private And Personal Use Only
SR No.531600
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy