SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગળમય વિધાન ૮ A દર્શાવેલી છે. શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં શ્રી મહાવીર પરમાત્માએ જીવ અને અજીવના પર્યાયરૂપે નિશ્ચયનયથી દ્રવ્યને કહેલું છે, વ્યવહારદષ્ટિએ તે એક સમયથી પુદ્ગલાવત સુધીની કાળગણના છે, પરંતુ નિશ્રયદષ્ટિએ આત્માના પર્યાયે ક્ષણે ક્ષણે પલટાતા (Evervarying) જાય છે. અનાદિકાળથી આત્માના પર્યાયે ભિન્ન ભિન્ન શરીરરૂપે અથવા અન્યરૂપે પલટાતા આવ્યા છે. અનંતકાળને આત્મા પચાવી ગયેલ છે; પરંતુ આત્માને કાળ ચસી શકયો નથી-શકશે નહિ, દ્રવ્યદષ્ટિએ અનાદિકાળથી એક અને અખંડરૂપે રહેતે આત્મા આખા વિશ્વમાં શાશ્વત જીવન અનુભવે છે. આ વસ્તુસ્થિતિને અનુરૂપ સ્વ સાક્ષર નરસિંહરાવ મૃત્યુને જરા થોભવા માટે અન્યક્તિ કરતાં કહે છે કે સુખ કે હજી ભરીઓ ને પૂરા, હજી ગાન ગાન બધાં મુજ છે અધૂરો; મુજ અશ્રુ હજી સધળો ન હય, પળ વાર જ મોત નું શૂન્ય ભલા.” આ અતિ પછી મરણસંહિતામાં તેઓ કહે છે કે-“દીઠું જીવન તવ સનાતન, મૃત્યુ મરી ગયું રે લોલ” ત્યારે તેમાંથી પ્રશ્ન થાય છે કે મૃત્યુ મરી જાય તેને ઉપાય શું? શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચક તત્ત્વાર્થ ભાગ્યમાં કહે છે કે- કર્મના કલેશથી છૂટવું એ જ મૃત્યના મારણને ઉપાય છે.” ખરેખર મનુષ્ય પૂર્વ સંસ્કારોને વારસે લઈને જન્મે છે; તે યુગ યુગને મુસાફર તથા ઘણા દેશને મહાન યાત્રા છે. શ્રી વિનોબા ભાવે કહે છે કે-“જીવનને બીજો છેડે મરણને અડે છે. એ વાત ખ્યાલમાં રાખી છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, ફળ કેવી રીતે થાય એને અભ્યાસ આયુષ્યભર રાખ જોઇએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે તેને વિચાર આજ ને આજ જોઈએ; જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણજે, તે તમારું નવું બાળપણ. તે તમારા જીવનની બીજી નવી સવાર છે–એમ સમજજે ”-વરતુતઃ આત્મા અમર હોવા છતાં પાંચ સમવાયોને આધીન થઈ કર્મોના બંધનથી પરાધીન બનતાં તે સંસારમાં મૃત્યુના ભયપૂર્વક ભટકતો રહ્યો છે. વાસ્તવિક અર્થમાં તે મુકિત મેળવી શકો નથી. નિગોદથી માંડીની માનવ જન્મ પહેલાં ભવિતવ્યતાની મુખ્યતા હતી પરંતુ મનુષ્ય જન્મથી પુરુષાર્થની મુખ્યતા બની રહે છે. મનુષ્ય જન્મ, પચેંદ્રિય સંપૂર્ણતા, સદ્દગુસંગ, શાશ્રવણ અને જિનધની પ્રાપ્તિ વિગેરે પૂર્વ પુણ્યગે પ્રાપ્ત થાય છે; વ્યવહારથી શુદ્ધ દેવ ગુરુની શ્રદ્ધા અને નિશ્ચયથી આત્માના વસ્તુ સ્વભાવની ઓળખાણ પ્રાપ્ત થતાં આધ્યામક બીજનાં દર્શન થાય છે અર્થાત સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે; પછીથી આત્માનું સાધ્ય ક્ષણેક્ષણે થતું ભાવ મરણ ટાળવા માટે મુક્તિનું જ હોય છે; આત્માને ચારિત્રબળમાં તૈયાર થવા માટે પ્રશસ્ત પુરુષાર્થ શરૂ થાય છે; જિનપૂજા, સામાયિક, વ્રત, જ્ઞાનાભ્યાસ, તપશ્ચર્યા, શીલ, યા, દાન, વ્યાખ્યાનશ્રવણ મધ્યમ વર્ગના સાધમિક બંધુઓને ઉદ્ધાર વિગેરે ગાને આચરતાં દર્શન. જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ધ્યાન શક્તિને ખીલવવાના આચારમાં પ્રશરતપણે પ્રગતિ કરતાં જૈન ધર્મની ઉન્નતિનાં અનેક કાર્યો કરી અશુભ કર્મોની નિર્જરા સાથે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. અનેક જન્મનાં સંસ્કાર ગાઢ થતાં આમાનાં સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રવાળો સમૃદ્ધ થતાં જાય છે; કર્મોથી સ્વતંત્ર મુક્તિ થવાના પ્રબળ પુરુષાર્થને પરિણામે સત્તાગત શુભ વાસનાઓનો પણ ક્ષય થતાં પુણ્ય અને પાપ—ઉમયકર્મોને ક્ષય થઈ શાશ્વતપણે મુક્તિ થાય છે અને સ્વરૂપ અવસ્થાને શકિત (Power of Selfresistence) હમેશને માટે પ્રાપ્ત કરે છે. આ પરમાત્મ સ્વરૂપ મેળવવાની ઉત્તમ કળા પ્રસ્તુત પત્રના વાચકે. પ્રાપ્ત કરે. માનવલક્ષી જીવનસાધના સફળ કરે અને પરિણામે આમાનંદવાળે પ્રકાશ કે જે કર્મરૂપ વાદળોથી ઢંકાઈ ગયો છે તેને આવિર્ભાવ કરે એ મંગલમય ભાવના સાથે પર્યુષણ પર્વના સારભૂત-રહસ્યરૂપ હામે વન-વે નવા મંતુ મે સકળ જીવસૃષ્ટિની For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy