________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર.
( શ્રી વર્ધમાનસૂરિકૃત.) ૫૪૭૪ લોકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાર્યોકૃત અનેક ગ્રંથોમાંથી દહન કરી શ્રીમાન વધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લખેલો આ અપૂર્વ ગ્રંથ છે,
' આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવો, પાંચ કલ્યાણકા અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર બોધપાઠ, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતોના વર્ણનો સાથે પુણ્ય ઉપર પુણ્યાય ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આ દિની અનેક સુંદર, રાચક, રસપ્રદ, આહલાદક કથારને આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે.
કિંમત રૂા. ૨-૮-૦ પાસ્ટેજ જુદું.
» BEહ્યું ૮૦e
શ્રી પ્રભાચંદ્રસૂરિવિરચિતશ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર ) ઐતિહાસિક ગ્રંથ, આ એક ઐતિહાસિક કથા-સાહિત્યના ગ્રંથમાં વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કત્ત મહાપુરુષે સારો પ્રકાશ પાડ્યો છે. જે જે મહાન આચાર્યનો પરિચય આપે છે, તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ, ઐતિહાસિક દૃષ્ટિએ આપી સુંદર ( ભાષાંતર ) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યો છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ સુદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણિક જૈન કથાસાહિત્યમાં ઉમેરો કર્યો છે. એવી સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હોઈને આ ગ્રંથને અમુક અમુક જૈન શિક્ષણશાળાઓના ધાર્મિક અભ્યાસક્રમમાં સ્થાન મળેલ છે. આ ઉપયોગી સાહિત્ય ગ્રંથ હોવાથી વાંચતાં પણ ખાસ આનંદ ઉત્પન્ન કરે તેવા છે. કિંમત રૂા. ૨-૮-૦ પાસ્ટેજ અલગ.
લખાઃ-શ્રી જેન આમાનદ સભા-ભાવનગર,
૫, શ્રી સુમતિવિજયજીના સ્વર્ગવાસ. રાનપુરમાં ચાતુર્માસ બિરાજમાન ૫. શ્રી સુમતિવિજયજી મહારાજ શ્રાવણ વદિ ૧૨ ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેઓ આ, શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના શિષ્ય હતા. તેઓએ અઢાર વર્ષના દીક્ષા પર્યાયમાં તપશ્ચર્યા, ગુરુભકિત અને શાસ્ત્રાભ્યાસધારા સાધુજીવન શુદ્ધ બનાવ્યું હતું. તેઓ સ્વભાવે શાંત અને ભદ્રિક હતા. તેઓશ્રીના સ્વર્ગવાસથી આ. શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજને શિષ્યરત્નની ખોટ પડી છે. સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે શાસનદેવને પ્રાચીએ છીએ.
For Private And Personal Use Only