________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Reg. No. B. 481
શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર.
( શ્રી વર્ધમાનસૂરિકૃત. ) ૫૪૭૪ કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમાં તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દેહન કરી શ્રીમાન વધમાનસૂરિજીએ સ. ૧૨૯૯ ની સાલમાં લખેલા આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદૂભુત છે, તે તેમાં આવેલ સર્વ પ્રકારના રસાની પરિપૂર્ણતા જ બતાવી આપે છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ભાષાંતર છે. ઊંચા એન્ટિક કાગળા ઉપર સુંદર ગુજરાતી અક્ષરામાં છપાવેલ છે. - આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવો, પાંચ કલ્યાણકા અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર બોધપાઠ, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતોના વર્ગને સાથે પુણ્ય ઉપર પુણ્યાઢય ચરિત્ર રાત્રિભેાજન ત્યાગ અને આદર. બારવ્રત રોહિણી આદિની અનેક સંદર, રોચક આહલાદક કથાઓ આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. પ્રભુના ત્રણ ભવના–જીવનના નહિ પ્રગટ થયેલ જાણવા જેવાં અનેક પ્રસંગો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સ્થળે સ્થળે વિચરી આપેલ વિવિધ વિષયો ઉપર આદરણીય દેશનાઓ એ તમામ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રભુના વિવિધ રંગની સુંદર છબીઓ પણ આપવામાં આવેલ છે. ફાર્મ ૩૫, પૃષ્ઠ સંખ્યા ૨૪ ૦.
- એકદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જેવું છે.
e કિંમત રૂા. ૨-૮-૯ પાસ્ટેજ જુદું. | (આ ગ્રંથ માટે મુનિમહારાજાઓ વગેરેના જે સુંદર અભિપ્રાયો મળે છે તેની નોંધ માસિકમાં આપવામાં આવે છે. )
કમગ્રંથ ભાગ ૧-૨ સંપૂર્ણ. પ્રથમ ભાગ સિલિકે નથી; બીજા ભાગની ઘણી જ થાડી નકલ સિલિકે રહી છે. ૧. સટીક ચાર કમગ'થ શ્રીમદ્રેસરિવિરચિત-પ્રથમ ભાગ રૂા. ૨-૦-૦ (સિલિકે નથી ) ૨. શતકનામા પાંચમા અને સપ્તતિકાભિધાન છઠ્ઠો કમગ્રંથ, દ્વિતીય ભાગ રૂા. ૪-૦-૦ - ઘણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન, અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને પ્રથામાં કર્યું" છે અને રચના, સંકલના વિદ્વત્તાપૂર્ણ કરવામાં આવેલ છે; જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ પ્રસ્તાવનામાં વિગતે, ગ્રંથકારના પરિચય, વિષયસૂચિ, કર્મગ્રંથનો વિષય કયા ગ્રંથમાં છે તેની સૂચિ, પારિભાષિક શબ્દના સ્થાનદશક કાશ, શ્વેતાંબરીય કર્મતત્ત્વવિષય શાસ્ત્રોની સૂચિ, કર્મ વિષયના મળતાં ગ્રંથ, છ કર્મગ્રંથાન્તર્ગત વિષય દિગબરી શાસ્ત્રોમાં ક્યા કયા સ્થળે છે તેને નિદેશ વગેરે આપવામાં આવેલ હોવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપયોગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ કર્મગ્રંથ કરતાં અધિકાર છે.
ઊંચા એન્ટિક કાગળા ઉપર, સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગ પ્રકટ થયેલ છે. ( ફક્ત બીજો ભાગ સિલિકે હોવાથી) બીજા ભાગની કિંમત રૂા. ૪-૦-૦ પાસ્ટેજ જુદું.
લખાક શ્રી જૈન આત્માનદ સભા ભાવનગર
( શ્રી મહેાદય પ્રિન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલુભાઈએ છાપ્યુ—ભાવનગર. )
For Private And Personal Use Only