________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૪ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
S
G INGINGAINING
TDછે. નાતિરાદિત. (COPરીકહ
(શાર્દૂલવિક્રીડિત વત્ત) उच्चरेष तरुः फलं च विपुलं दृष्टेव दृष्टं शुकः । पक्कं शालिवनं विहाय जडधीस्त नालिकेरं गतः ।। तपारुह्य बुभुक्षितेन मनसा यत्नः कृतो भेदने । वाञ्छा तस्य न केवलं विगलिता चाचूगता चूर्णताम् ।। १ ।।
આ જગતમાં જ્યાં ત્યાં બાહિક આઈબર (ભ) ઘણે જ વધી પડે છે. એવા બહારના ભભકાથી અંજાઈ, મોહ પામી ઘણા ભોળા અને સરળ ચિત્તના મનુષ્યો ફસાઈ પડે છે અને પરિણામે નિષ્ફળ થઈ હદયપૂર્વક પસ્તાય છે. એવા જનોને ચેતવવા માટે કઈ અનુભવી કવિ ઉપરની અન્યોક્તિધારા બોધ કરે છે.
N
કોઈ એક આનંદી-મસ્ત પોપટ પોતાને ભૂખ લાગેલી હોવાથી ઉદરપષણાર્થે શાળ(ચોખા-ડાંગર)ને ક્ષેત્ર તરફ ઉતાવળો ઉતાવળો ઊડતો જતો હતો, એવામાં તેની દૃષ્ટિ નીચે પસાર થતા એક લીલાછમ મહાન જણાતા વૃક્ષ ઉપર પડી, અને એ સર્વ વૃક્ષમાં શ્રેષ-ઉચ્ચ જે પોતાના મનમાં મગ્ન થઈ કહેવા લાગ્યો કે-આહા! આ કેવું ઉત્કૃષ્ટ વપુધારી મનોહર લીલા રંગવાળું, અને મહાન ફળ જેની ટોચે શોભી રહ્યું છે એવું સુંદર આ વૃક્ષ. બસ ! આજની સુધા તો અહીં જ તૃપ્ત કરું એમ મન સાથે નિશ્ચય કરી તે અજ્ઞ (પરિણામ નહીં જાણનારે) પોપટ સડેડાટ કરતે નીચે ઊતર્યો, અને એ (નાળિએર) ની ટોચ પર આલાદપૂર્વક આશાભર્યો બેઠે. ભૂખ પણ કડકડીને લાગેલી તેથી સત્વર એ ફળને (નાળિએરના મોટા પાને) પોતાની ચાંચવડે ભેદન કરવા લાગે. ઘણી જ ચાંચ મારી પણ ક્યાં એ કઠિનમાં કઠિન ગોપાનું આચ્છાદન અને ક્યાં પિપટની કોમળ ચાંચ !!! ભૂખ કહે મારું કામ, એટલે શરીરના સઘળા બળથી તેણે ચંચુપ્રહાર કર્યા, પણ સઘળું નિષ્ફળ ગયું. થા અને ભારે મુંઝાય ! હવે તેને સમજાયું કે અરે ! આ તે લીલા નાળિએરને જબ્બર વો છે, હવે હું ક્યાં જાઉં, શું ખાઉં ! અરેરે ભક્ષ તે ન જ મળ્યું પણ આ મારી ચાંચના પણ ચૂરા થઈ ગયા ! હું એ ચાંચથી હવે ખોરાક પણ બીજે સ્થળેથી કેમ મેળવી શકીશ? અરે ! બાહ્ય આડંબરવાળા નાળિએરના વક્ષ તને ધિક્કાર છે સાથે મને પણ ધિક્કાર છે. કે હું તારું આ દંભી સ્વરૂ૫ પારખી ન શકે. હું તે પારાવાર દુઃખી થયો પણ મારા જેવા બીજા ભોળાઓને ડડમ વગાડી કહે તો જાઊં છું કે “કેવળ રૂપથી રાચશો નહીં. ઊજળું એટલું દૂધ લેખવશે નહીં. એ દંભી વૃક્ષ તને છેલ્લા પ્રણામ છે.
RooigMFOCO
o CGA
0
CD69
»DGFEણી
For Private And Personal Use Only