________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ જ્ઞાનની કુંચી.
૨૪૭. આત્મામાં પરમ દેવત્વ(પરમાત્મ પદ)ની પ્રાપ્તિજનક સર્વ આવશ્યક તત્ત્વ છે. પરમાત્મપદની પ્રાપ્તિ માટે આવશ્યક કઈ તત્વનું આત્મામાં અનસ્તિત્વ નથી જ એ સર્વથા નિર્વિવાદ છે. કોઈ દ્રવ્યના ગુણે કે તેની કાર્યશક્તિને કોઈ કાળે વિનાશ ન જ થાય એ પ્રકૃતિને એક મહાન નિયમ છે. એ દ્રવ્યના ગુણે કઇ વિશિષ્ટ પરિસ્થિતિમાં અમુક સમય સુધી નિયંત્રિત કે નિરર્થક બને છે પણ પરિસ્થિતિ બદલાતાં ગુણોનું સ્વરૂપ પાછું તે ને તે જ થઈ જાય છે. દ્રવ્યની કાર્યશક્તિના સંબંધમાં પણ તેમ જ સમજવું. દા. ત. અમુક વાયુઓ તાત્કાલિક જલ-સ્વરૂપમાં પોતાના મૂળ ગુણે અને કાર્યશક્તિથી રહિત બને છે, પણ જલનું તેના અંશરૂપે પરિણમન કે પૃથક્કરણ થતાં, વાયુઓને પોતાની અસલ શક્તિ અને ગુણોની સ્વયમેવ પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે આત્મામાં પરમ દેવત્વને આવિષ્કાર ભલે ન થતું હોય પણ આત્મા એ વસ્તુતઃ પરમ દેવત્વયુક્ત છે એ નિઃશંક છે. સ્વલ્પમાં સ્વલ્પ અને શૂદ્રમાં શુદ્ધ પ્રાણીમાં પણ આત્માનું પરમ દેવત્વ ગૂઢરૂપે અવશ્ય રહેલું છે. દરેક આત્મામાં ચેતના અપૂર્ણરૂપે વિદ્યમાન હોય એવું અદ્યાપિ દષ્ટિગોચર થયું નથી.
ચેતના અનંત, અખંડ અને વિશુદ્ધ છે. ચેતનાની અનંતતાથી આપણે પિતે પણ અનંત છીએ એ અર્થ નિષ્પન્ન થાય છે. વિશ્વના સર્વ જીવનું સત્ય સ્વરૂપ દિવ્ય છે એમાં કંઈ શંકા નથી. જેનું સત્ય સ્વરૂપ સાંકેતિક રીતે દિવ્ય છે એમ કે રખે માને. જીવનું સત્ય સ્વરૂપ વસ્તુતઃ દિવ્ય છે. એમાં કઈ શરત કે સંકેતને લેશ પણ સ્થાન નથી. પરમાત્મા સર્વ આત્મામાં સદાકાળ વિરાજી રહે છે. નામ અને રૂપયુક્ત વિશ્વની પાછળ પરમાત્માનું સંપૂર્ણ અસ્તિત્વ છે. શરીર આદિમાં વ્યામોહ અને બાહ્ય વસ્તુઓ પ્રત્યે અનુરાગરૂપ ભ્રમયુક્ત દશાને કારણે, આમાથી અંતર્મુખ થઈ શકાતું નથી. વિશ્વને સર્વ ભ્રમ દૂર થતાં, મનુષ્યને પિતાનાં પરમાત્મ પદ-સચ્ચિદાનંદને ભાસ થાય છે. સંપૂર્ણ વિકસિત પુષ્પ અને પુષ્પના અંકુર વચ્ચે જે ભેદ છે તેટલો જ ભેદ આત્મા અને પરમાત્મા વચ્ચે છે. સંસારી લાલસાના પરિત્યાગથી-સંપૂર્ણ સંન્યાસ વૃત્તિથી આત્માને પરમાત્મપદની પ્રાપ્તિ શક્ય છે. સંસારી આત્મામાં લાલસાનું પ્રાધાન્ય હોય છે, પરમાત્મા લાલસાથી સર્વથા મુક્ત હોય છે. આ રીતે વિચારતાં આત્મા અને પરમાત્મામાં લાલસાનાં અસ્તિત્વ(કે અસ્તિત્વ)ની દૃષ્ટિએ જ ભેદ રહે છે એમ કહી શકાય. તાત્પર્ય એ કે, મનુષ્ય-લાલસા-પરમાત્મા પરમાત્મા+લાલસા=
For Private And Personal Use Only