________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
શ્રી આત્માનંદ પ્રકાશ. હોવા છતાં હજુ કેટલાકની રાગદશા ઉડતી નથી. એ સારુ મુંબઈ શ્રી ગોડીજી મહારાજના ટ્રસ્ટી તરફથી આવેલ પત્ર મારે તમેને વાંચી સંભળાવવો પડે છે. “શ્રી ગોડીજી મહારાજના દેરાસરના ચોપડાઓ તપાસતાં નીચે પ્રમાણે હકીકત સાંપડી છે તે આપશ્રીને માલુમ થાય.
સં. ૧૯૩૦ માં પાંચમ બે છે. એક ભમવારે, બીજી બુધવારે પહેલી પાંચમને ભા. શુ. ૪ ગણું મંગળવારે સંવત્સરી કરી છે. તે વર્ષમાં સ્વપ્ના ભા. શુ. ૨ શનિવારે ઉતર્યા છે અને તે સવના નામ અને રકમો મોજુદ છે.
સં. ૧૯૦૧ માં બે ચોથ છે. તે વર્ષમાં ભા. શુ. ૨ ને બુધવારે સુપના ઉતર્યા છે અને બીજી શુદ ૪ ને દિને સંવત્સરી કરી છે. તે શુદ ચોથે શનિવાર છે. પર્યુષણ શનિથી શરૂ થઈ શનિએ પૂરા થયા છે. સં. ૧૯૫૭ માં બે ચેાથ હતી સોમ અને મંગળવારે, ભાદરવા શુ. ૨ શનિવારે સુપના ઉતાર્યાનું નામું છે. ”
આ સાલમાં પણ બે પાંચમ છે એટલે તેની બે ચોથ ગણ સં. ૧૯૩૦ માં જેમ થયું હતું તેમ હું તે ગુરૂવારની સંવત્સરી કરનાર છું. એ પરંપરા શ્રી વિજયનેમિસૂરિ માને છે. શ્રી સાગરજી બે ચોથને બદલે બે ત્રીજ ગણે તો પણ સંવત્સરી તે ગુરૂવારની જ કરનાર છે. ટૂંકમાં કહીએ તે મોટા ભાગની માન્યતા પૂર્વ પ્રમાણે છે. જેમને તદ્દન નવા માર્ગે જવું છે તેમની આ બધી ધમાધમ લાગે છે. જ્યાં રવૈયો કે પુરાણા લખાણ જેવા નથી અને મનસ્વીપણે હાંકે રાખવું છે ત્યાં વાદવિવાદથી કયે નિર્ણય થવાને છે ?
આટલીયે વાત પ્રસંગોપાત એટલા સારૂ જણાવવી પડી કે જેથી જેન સમાજ ખોટા ભ્રમમાં ન રહે. હૃદય શુદ્ધ વિના વાદવિવાદનો કંઈ જ અર્થ નથી. એ અહી થશે કે નહીં એ તો જ્ઞાની જાણે છતાં મારી કોઈ અનિવાર્ય કારણ સિવાય અત્રે ચોમાસા માટે આવવાની ઈચ્છા છે. આ કરતાં સંઘની વિનંતિનો વધુ છ ઉતર બીજો શો આપી શકું ?”
સૂરિમહારાજના આ મનનીય પ્રવચન પછી સંઘ તરફથી મહાવીર ભગવાનની જય પોકારવામાં આવી હતી. ચોમાસું ખંભાતમાં જ થશે એમ ખાતરી થવાથી સંઘના દિલ રાજી થયા હતા.
આ ઉપરથી પ્રત્યેક સ્થળના સંઘ આગેવાનોને પિતાને ત્યાંના સં. ૧૯૭૦ ના ચોપડા જેઈ સંવત્સરી નિર્ણય જાતે કરી લેવા વિનંતિ છે. હાથ કંકણુને આરસાની ભાગ્યેજ જરૂર હોય. આમ કરવાથી કેળાહળ આપોઆપ શમી જશે.
મેહનલાલ દીપચંદ ચેકસી.
For Private And Personal Use Only