________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
૨૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ. છે. ૧૧ સુંદર જિનમંદિર છે જ્યારે શ્રાવકોનાં ઘર ૫૦ થી પણ ઓછાં છે. પૂજા કરનાર પૂજારી સિવાય થોડા જ શ્રાવકે પૂજા કરે છે. બે પહાડ ઉપર બે સુંદર મંદિર છે. અને બાકીનાં ગામમાં અને ગામબહાર પહાડીની નીચે છે. બે મંદિરો ગામમાં છે. બાકીનાં બહાર પહાડીની નજીકમાં છે. અમે ચૈત્ર મહિનાના ખરા બપોરે દર્શનાર્થે નીકળ્યા. પહાડી ઉપર ગયા. ત્યાં શ્રી નેમિનાથજીનું મંદિર હતું પણ મંદિર બંધ થઈ ગયેલું. અર્ધાથી પણ કલાકની તપશ્ચર્યા પછી પ્રભુજીનાં દર્શન થયાં. ત્યાંથી અમે નીચે સહસ્ત્રામવનમાં દર્શનાર્થે ગયા, ત્યાં સામેની પહાડી ઉપર શ્રી ઋષભદેવજીનાં દર્શન કરવા ગયા. ત્યાં પણ દરવાજો બંધ હતો. થોડી જ વારમાં પૂજારી આવ્યો અને પ્રભુજીનાં દર્શન થયાં. આ બને સ્થાનોને શત્રુંજય અને ગિરનાર તરીકે પ્રસિદ્ધિ મળેલી છે. નેમનાથ પ્રભુનું મંદિર પ્રાચીન છે. ત્યાં બારમી શતાબ્દિને લેખ મળે છે. તેમ જ પંદરમી શતાબ્દિમાં જીર્ણોદ્ધાર થયાને લેખ એક થાંભલા ઉપર કતરેલો છે. આ સિવાય સુપાર્વાનાથજી, બે પાર્શ્વનાથજી પ્રભુનાં, શ્રી વાસુપૂજ્યજી પ્રભુનું, શ્રી નેમનાથજી પ્રભુનું. શ્રી શાન્તિનાથ પ્રભુજીનું, શ્રી અજિતનાથજી પ્રભુનાં પ્રાચીન ભવ્ય મંદિરો છે. દરેક મંદિરોમાં જતાં પગથિયાં ચઢી-સિદ્ધીઓ ચઢીને ઉપર જવાય છે અને પછી જ પ્રભજીનાં દર્શન થાય છે. એક જ દિવસમાં એકી સાથે આ બધી યાત્રા કરતાં મુશ્કેલી પડે છે માટે બે દિવસમાં શાન્તથી યાત્રા થાય તે જ જે વધુ આલાદ આવશે.
નાડલાઈ ગામની નજીકમાં જ ભવ્ય આદિનાથ પ્રભુનું મંદિર છે. ખૂબ પ્રાચીન સ્થાન છે. સુપ્રસિદ્ધ મંત્રવાદી શ્રી યશોભદ્રસૂરિજી મહારાજે આ મંદિર અન્ને પધરાવ્યું, અને પિતાના હરિફ બ્રાહ્મણના છોકરાને સંન્યાસીને હરાવ્યા હતા. આ સંબંધી એક કાવ્ય મળે છે.
સંવત દશ દહોરરે, વદિયા ચેરાશ વાદ;
ખેદનગરથી લાયા, નાડલાઈ પ્રાસાદ. શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ પરમપ્રભાવિક અને મહાન મંત્રવાદી થયા છે. દશમી શતાબ્દિના જૈન શાસનના મહાન જ્યોતિર્ધર હતા. અહીંની યાત્રા કરી અમે નાડેલ ગયા. નાડેલ.
નાડલાઈથી ત્રણ ગાઉ દૂર આ સ્થાન છે. અહીં ચાર સુંદર જિનમંદિરે છે, તેમાં શ્રી પદ્મપ્રભુનું મંદિર તે શ્રી સંપ્રતિ મહારાજાના સમયનું છે. તેમાં બે ઊભા કાઉસગ્ગીયા ઉપર ગુપ્ત સમયની લીપીના બે લેખો છે. આ સિવાય ઉપાશ્રય નજીક પરમાત્મા શ્રી પાર્શ્વનાથજી મહારાજનું મંદિર છે અને પરમાત્મા શ્રી શાન્તિનાથ પ્રભુજી તથા પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુજીનાં બે સુંદર મંદિર છે. અહીં શ્રાવકોમાં પુષ્કળ ઝઘડે છે. મુનરાજશ્રી નિપુણુવિજયજી મ. તેમના સંપ કરાવવા પ્રયત્ન કરતા હતા શું થયું. એની ખબર પડી નથી. અહીંથી અમે વકાણુજી તીર્થની યાત્રા કરવા ગયા.
-(ચાલુ)
For Private And Personal Use Only