________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રી આત્માનંદ પ્રકાશ. દેવને અપલાપ (નિષેધ કરે છે ! હા, હા, ઇતિ ખેદે આ તે કેવા આસ્તિક સમજવા. ૮.
આકાશપુષ્પ જેવું કંઈક મનમાં વિચારી તેને સિદ્ધ કરવા એવું જ કંઈ કપિત પ્રમાણ બતાવી પરવાદીઓ ગેહેશૂરા (પરશુરા) છતાં સ્વગેહે (સ્વદર્શનમાં ) ભારે મદથી કયાંય ગણતા-સમાતા નથી. ૯.
હે પ્રભુ! કામરાગ અને નેહરાગ એ બંને તે સુખે ( અલ્પ શ્રમથી) નિવારી શકાય છે, પરંતુ દષ્ટિરાગ-આ હારું જ ખરું એવી બેટી માન્યતા મહાપાપી છે, કારણ કે તેને સત્પરુ પણ દુઃખે તજી શકે છે, [એ દષ્ટિરાગ કેમે છૂટી શકતે નથી ] ? ૧૦.
હે પ્રભુ! આપનું વદનકમળ પ્રસન્ન છે. આપના ચક્ષુ રાગ-દ્વેષાદિ વિચાર રહિત [ મધ્યસ્થ ] છે અને આપનું વચન સત્ય હિતકારી હેવાથી જોકપ્રિય છે. આવી રીતે પ્રેમ-પ્રીતિ કરવા એગ્ય આપના વિષે પણ મૂઢજને અત્યંત અનાદર જણાવે છે. (તે ખેદની વાત છે) ૧૧૪
હે જિસેંદ્ર! કદાચ વાયુ સ્થિર થઈ જાય અને જળ અગ્નિરૂપ થઈ જાય તે પણ રાગાદિક મહાવિકારોથી વ્યાપ્ત હોય તે કદાપિ આપ્ત (સમ્યતત્વજ્ઞ) થવા યોગ્ય નથી. મતલબ કે, આપ સિવાય અન્ય દેવામાં વીતરાગપણના અભાવથી ખરું દેવપણું નથી. ૧૨.
જગતકતું નિરાસ પ્રકાશ. પાપ-પુણ્ય વગર શરીર ધારવાનું ન હોય, શરીર વગર મુખ-વાચા ન હોય અને મુખ વગર વાણનો વ્યાપાર (વક્તાપણું) ન હોય, તો પછી તે વિના અન્ય દેવે ઉપદેશદાતા શી રીતે કરે? ૧.
જેને દેહ નથી એવા દેવને જગતની સૃષ્ટિ કરવાની પ્રવૃત્તિ પણ ઉચિત નથી. વળી કૃતકૃત્ય હોવાથી તેમ કરવાનું તેમને કશું પ્રજન નથી, કેમકે શિવાસ્તિકો કહે છે કે તેમના ભગવાન પારકી આજ્ઞાવડે પ્રર્વતતા નથી, પણ સ્વઈચ્છાવડે જ પ્રવર્તે છે. ૨.
એ કીડા-કૌતુકથી પ્રવર્તતા તે બાળકની પેઠે રાગવાન ઠરે છે અને જે કૃપાથી સૃષ્ટિની પ્રવૃત્તિ કરતા હોય તે સહુને સુખી જ સજે–દુઃખી તે ન જ સર્જે; પણ એમ તે દેખાતું નથી. ૩.
ઈષ્ટ વિયોગાદિક દુઃખ અને દરિદ્રતા તથા શ્વાન, ચંડાલ અને નરકા
For Private And Personal Use Only