SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સભાની વર્તમાન સ્થિતિ. ૨૭૩ આત્માનંદ પ્રકાશ આજે એકત્રીસ વર્ષથી પ્રકટ કરવામાં આવે છે. ઉત્તમ લેખો, પુસ્તકોની સમાલોચના, વર્તમાન સમાચાર અને કોઈપણ માસિક દરેક વખતે જે અત્યાર સુધી નથી આપી શકતું તેવા, સારા સારા અનેકવિધ સાહિત્યના ઉત્તમ મોટા ગ્રંથો વધારે ખર્ચ કરી માસિકની આવક કે કમાણીની દરકાર નહિ રાખી ગ્રાહકોને દર વર્ષે ભેટ અપાય છે, જેથી આત્માનંદ પ્રકાશના ગ્રાહકેની પણ દિવસનુદિવસ વૃદ્ધિ થતી જાય છે. સ્મારક ફંડે– આ સભા હસ્તક શ્રીયુત મૂળચંદ નથુભાઈ કેળવણી ઉત્તેજન સ્મારક ફંડ, તેમજ બાબુ પ્રતાપચંદજી ગુલાબચંદજી સ્કોલરશીપ ફંડ, તથા કેળવણી મદદ કુંડ અને શ્રીયુત ખેડીદાસ ધરમચંદ નિરાશ્રોત મદદ કંડ ચાલે છે, જેમાં તેના ઉદ્દેશ પ્રમાણે તે તે ખાતામાં સહાય અપાય છે. શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળા–ને વહીવટ આ સભાને તેની કમીટી તરફથી સુપ્રત થયેલ હોવાથી તેનો વહીવટ મદદ આપવા સાથે કરે છે. જયંતી –પ્રાતઃસ્મરણીય ગુરૂરાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરની જેઠ સુદ ૮ ના રોજ શ્રી સિદ્ધાચલજી ઉપર જઈ, તથા પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રી મૂળચંદજી મહારાજની માગશર વદિ ૬ શાંતમૂર્તિ શ્રી વિજયકમનસુરિજીની આસો સુદ ૧૦ ના રોજ આ શહેરમાં દેવગુરૂભક્તિ-પૂજા-સ્વામીવાત્સલ્ય વગેરેથી દર વર્ષે સભા તરફથી ઉજવાય છે. સભાની વર્ષગાંઠ– સાડત્રીસ વર્ષથી સભાના મકાનમાં દેવગુરૂભકિત-પૂજા ભણાવવા સ્વામીવાત્સલ્ય કરવા સાથે ઉજવવામાં આવે છે. આનંદ મેલાપ-- દર બેસતું વર્ષે જ્ઞાનપૂજન સાથે દુધપાટી શેઠ ગુલાબચંદભાઈ આણંદજીએ તે ખાતે આપેલ રકમના વ્યાજમાંથી સભાસદોને આપવામાં આવે છે. જ્ઞાનભક્તિ–દર વર્ષે જ્ઞાનપંચમીને દિવસે જ્ઞાન પધરાવી ભકિત કરવામાં આવે છે. ઉપરોક્ત હકીકત તથા સાથેની સભાની વહીવટ તથા સરવૈયા સંબંધી હકીકત વહીવટી ચોપડામાંથી જોવા માટે ખુલ્લી છે. દરેક સભાસદોએ સભાએ આવી જોવાને લાભ લેવો. મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ શાસ્ત્રસંગ્રહ–અત્રેના શ્રી સંધ તરફથી મુનિ સંમેલનનું નક્કી કરવા આ સભાના મે. પ્રમુખ સાહેબ, સેક્રેટરીએ અને આગેવાન સભ્યો પાટણ ગયેલા ત્યારે પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજશ્રીની હાજરીમાં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિરલભસૂરીશ્વરજી મહારાજશ્રીએ જણાવ્યું કે મુનિરાજશ્રી ભકિતવિજયજી શાસ્ત્રસંગ્રહની હસ્તલિખિત પ્રતોને ભંડાર જે ત્યાં સભામાં તમોને સુપ્રત થયેલ છે તેની રોગ્ય વ્યવસ્થા અને ભક્તિ કરશે. આચાર્ય મહારાજના ફરમાન મુજબ સભા યોગ્ય વ્યવસ્થા કરે છે. For Private And Personal Use Only
SR No.531367
Book TitleAtmanand Prakash Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1933
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy