SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ વચનામૃત. ૨૪૫ ૧૦ મટાઇનું માપ ઉમ્મરથી કે શ્રીમંતાઈથી નહીં પણ અક્કલથી ને ઉદારતાથી થાય છે, માટે ડાહ્યા અને ઉદાર બને. એવા જ ડહાપણભર્યા ને ઉદારતાવાળાં કાર્ય કરે. ૧ તલવારની કીંમત મ્યાનથી નહીં પણ તેની ધારથી થાય છે. તેમ માણસની કીંમત ધનથી નહી પણ સદાચારથી થાય છે, માટે જેમ બને તેમ પ્રમાદ ત્યજી સદાચાર–પરાયણ રહો. ૧૨ વૈર લેવું એ હલકાઈનું કામ છે જ્યારે ક્ષમા કરવી એ મોટાઈનું કામ છે. વૃક્ષો પથ્થર મારનારને પણ ફળ આપે છે. “ વેરથી વેર શમતું નથી પણ ખરા પ્રેમથી તે શાન્ત થઈ શકે છે.” ૧૩ વાદળાં વરસે અને વૃક્ષે ફળે ત્યારે તે નીચે નમે છે તેમ સમૃદ્ધિ પામ્યા પછી તવા સમૃદ્ધિના સમયમાં વધારે નમ્ર બને તે જ સર્જન લેખાય. ૧૪ વરસાદ માંગ્યા વગર વરસે છે તેમ સજજનો માંગ્યા વગર પિતાને પ્રાપ્ત સમૃદ્ધિ પરોપકારવાળાં કામમાં ખચે છે, અને તેને સફળ કરી સ્વમાનવ જીવનને સાર્થક બનાવે છે. ૧૫ ઉંચ પદવી કે અધિકાર પામીને ગરીબોની દાદ સુણે નહીં તે શેતાન. શેતાનની ઉપર કાંઈ શીંગડા ઉગતા નથી. પોતાની સારી-નરસી કરણીથી જ તેની કિંમત થઈ શકે છે. - ૧૬ સખાવત સ્વગના કુંચી છે અને દયા ખાનદાનીને પ્રજાને છે; છતાં તેનાં દર્શન દુર્લભ છે. ૧૭ નદીનું પાણી અસલ સમુદ્રમાં ભળે છે તેમ દાન આપનારની લત પાછી વ્યાજ સાથે તે દાતારને જ મળે છે તેમ છતાં માયા–મમતા તજી, પરે પકારના કાર્યમાં તેને વ્યય કરનારા વિરલા છે. ૧૮ ભંડાઈને બદલે ભલાઈ કરે અને અપકારીને પણ ઉપકાર કરે તે ખરે સપુરૂષ સમજ. ૧૯ ચઢતીમાં ગર્વ ન કરે, પડતીમાં ખેદ ન કરે અને શરણાગતને કદિ ત્યાગ ન કરે તે જ મોટો માણસ. ૨૦ સાંભળે કે ગ્રહણ કરે તેને જ શિખામણ આપવી સારી. મૂર્ખને શિખામણ દેવાથી ઉલટી હાનિ થવા પામે છે. ૨૧ બીજાને ઠપકે આપવો એ જ અવગુણ આપણામાં હોય તે તે જલ્દી દૂર કરી દે ઘટે. For Private And Personal Use Only
SR No.531367
Book TitleAtmanand Prakash Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1933
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy