SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ. તરિકે જ ઓળખાવ્યા છે, એટલે લિચ્છવિ ક્ષત્રિય હતા એ વિષે કંઈ શંકા રહેતી નથી. સૂત્રકૃતાંગમાં પણ લિચ્છવીઓના ઉચ્ચ વંશ વિષે ઉલ્લેખ છે, જે આપણે આરંભમાં જ જોઈ ગયા છીએ. લિચ્છવીઓનું ગોત્ર સામાન્યતઃ વાસિષ્ટ હોય એમ જણાય છે. લિચ્છવીઓ અને બુદ્ધદેવ પહેલવહેલા મન્યા એ પ્રસંગ મહાવસ્તુ-અવદાનમાં વર્ણવાયે છે. એમ કહેવાય છે કે એ વખતે મહામારીને લીધે વૈશાલી વેરાન બનતી જતી હતી. વૈશાલીને આ ભયંકર રોગચાળામાંથી બચાવી લેવા વૈશાલીવાસીઓ ગૌતમ બુદ્ધ પાસે ગયા; શ્રદ્ધા અને સન્માન સાથે એમણે એમને આમંત્રણ આપ્યું. એ વખતે બુદ્ધદેવ લિચ્છવીઓને વખતોવખત “ વાસિષ્ટ ” ના નામથી સંબોધે છે. “તિરવિદા ગ્રાહંસુઅન્યરારિ મળવન માવાનાદુ, અજાતાપિ वासिट्टा । भूतपूर्वम् वासिट्ठा अतीतमध्वाने पाश्चाले जनपदे कंपिल्लनगरे ત્રા નામ ચં ” ટિબેટી દુલમમાંથી એવી હકીકત મળે છે કે મગધરાજ અજાતશત્રુએ જ્યારે લિછવિઓ ઉપર આક્રમણ કર્યું ત્યારે લિચ્છવીઓ પોતાના બચાવ માટે સજજ થતા હતા. એ પ્રસંગે ભિક્ષાર્થી માગત્યાયનને એમને ભેટે થયે. લિચ્છવીઓએ જાણવા માગ્યું કે “ આમાં અમારે વિજય થશે કે કેમ ? ” મૌર્શલ્યાયને જવાબ આપેઃ “હે વશિષ્ઠના વંશજો ! તમારો જય થશે. ” જૈનધર્મનાં ગ્રંથમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે મહાવીર ભગવાનની માતા-ત્રિશલા ક્ષત્રિયાણું, વૈશાલીના રાજા ચેટકની બહેન હતી અને તે વિશિષ્ટ ગેત્રની હતી. આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીરના પિતા કાશ્યપગેત્રીય હવાનું લખ્યું છે. તેમના ત્રણ નામ હતા. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને ગસસ. ત્રિશલા દેવીના પણ ત્રણ નામ હતા. ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી. બૌદ્ધ અને જૈન બનેના ધર્મગ્રંથ પરથી લિછવિ વાસિષ્ટ ગોત્રના હોય એમ જણાય છે. નેપાલ-વંશાવળી પ્રમાણે તેઓ સૂર્યવંશી ક્ષત્રિય હોવાને જોઈએ. વશિષ્ટ ગોત્ર અને સૂર્યવંશી ક્ષત્રિયતાને સંબંધ સમજાય એવે છે. ઐતરેય બ્રાહ્મણ જણાવે છે કે કુલ-પુરહિતના ગોત્ર તથા પ્રવરવડે ક્ષત્રિયનું ગોત્ર તથા પ્રવર સમજી લેવું. સર આર. જી ભંડારકાર કહે છે કે “યાગ– યજ્ઞાદિ ક્રિયામાં બ્રાહ્મણનું ગોત્ર, ક્ષત્રિય ગ્રહણ કરતા અને પોતાના પુરોહિતના પિતૃઓને પૂજા અર્પતા. માનવ, એલ અને પૌરુરવસ સિવાય ક્ષત્રિયોને બીજે કેઈ ઋષિ પૂર્વ પુરૂષ નથી. એ નામથી જૂદા જૂદા ક્ષત્રિયવંશ બરાબર ન For Private And Personal Use Only
SR No.531367
Book TitleAtmanand Prakash Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1933
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy