________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી આત્માનંદ પ્રકાશ.
e
:
આ લિચ્છવી જાત પર
( ગતાંક પૃષ્ઠ ૨૧૮ થી શરૂ )
લિછવિ ક્ષત્રિય હતા ? લિછવિને કઈ કઈ ટિબેટી તેમજ ઈરાની કહે છે. પણ બૌદ્ધ સાહિત્ય જોતાં એ આર્ય ક્ષત્રિય હતા એમ સિદ્ધ થઈ શકે છે. મહાપરિનિર્વાણ સુતત્ત ઉપરથી જણાય છે કે મૈતમબુદ્ધના મૃત્યુબાદ કુશીનગરના મલેએ એક સપ્તાહ સુધી એમને શખદેહ જાળવી રાખ્યું હતું. એટલામાં તે એમના મૃત્યુના સમાચાર ચેતરફ ફેલાઈ ગયા. વૈશાલીમાં લિચ્છવીઓને પણ એ વાતની જાણ થઈ. તેમણે મલ્લની પાસે પિતાને દૂત મોકલ્યા અને કહેવરાવ્યું કે
" भगवापि खत्तियो, मयम् पि खत्तिया । मयम् पि अरहाम् भगवतो " सरीरानम् भागम् , मयम् पि भगवतो सरीरानम् थूपंच महंच “રિસામતિ (દીઘનિકાય) એટલે કે
ભગવાન ક્ષત્રિય હતા, અમે પણ ક્ષત્રિય છીએ. એમના પવિત્ર શરીરને ભાગ અમને પણ મળવો જોઈએ. એમના દેહાવશેષ ઉપર અમે મોટા સ્તૂપ રચીશું.
લિચ્છવીઓને આ દાવો બુદ્ધદેવ સાથેની એમની એક જાતીયતા સૂચવે છે.
પ્રતાપી મગધ સમ્રા અજાતશત્રુએ પણ એ જ હક્ક આગળ ધરી બુદ્ધના અસ્થિને ભાગ મેળવવા એક દૂત મોકલ્યા હતા. " भगवा पि खत्तियो, अहम् पि खत्तियो, अहम् पि भगवतो सरीराणं भाग બહામિ.
એ જ પ્રમાણે અલ્પકલ્પના બલિ, રામગામના કેલિય, પાવાદેશના મલ્લ અને પિષ્ફલિવનના મેરીયાએ એવો જ હકક રજુ કર્યો હતો. માત્ર કપિલ વસ્તુના શાકાએ બુદ્ધદેવ પ્રત્યે કુટુંબિકના, જ્ઞાતિભાવ દર્શાવ્યું હતું. એમણે કહેલું કે भगवा अम् हाकम् ज्योतिसेहो.
મહાલિ નામના લિચ્છવીને એક સ્થળે એમ કહેતે સાંભળીએ છીએ કે હું પણ ક્ષત્રિય છું અને બુદ્ધ પણ ક્ષત્રિય છે. બુદ્ધ જે સર્વજ્ઞ બની શકે તે પછી હું કેમ ન બની શકે ? ” (સુમંગળ વિવાસિની )
For Private And Personal Use Only